● બુધવારે ઉત્તરપ્રદેશ સહીત ભારતના ઘણા ભાગોમાં તોફાનનો કેર, બુધવારે આવેલા તોફાનમાં 10 લોકોના મોત
● આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ, સવારે 11થી સાંજે 4 સુધી માર્કશીટનું વિતરણ તો ગુજકેટનું પણ પરિણામ છે આજે
● મેડિકલ પ્રવેશમાં NRI ક્વોટાના પ્રવેશ નિયમમાં સુધારો, ઓવરસીઝ રેસિડેન્સ ઓફ ગુજરાતનું કાર્ડ હોય તેને જનરલ સીટમાં પણ મળશે પ્રવેશ
● રાજ્યમાં અકસ્માતોમાં થતા ઇજાગ્રસ્તો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, અકસ્માત બાદ 2 દિવસ સુધી સારવારનો 50 હજાર સુધીનો ખર્ચ સરકાર ભોગવશે
● બેંકો સાથે છેતરપિંડીના કેસમાં ફસાયેલા અમિત ભટનાગરની જામીન અરજી પર આજે સુનાવણી
● બીટકોઈન કેસમાં સાડા સાત કરોડનો માલ કબજે તો કોટડિયાએ હાજર થવા માગી 12 મે સુધીની મુદ્દત
● અમદાવાદના દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી, આસારામ આશ્રમમાં રહીને કરતા હતા અભ્યાસ
● અમદાવાદ : નકલી પોલીસનો આતંક યથાવત, લો ગાર્ડન પાસે યુવકને માર મારી નકલી પોલીસે પડાવ્યા પૈસા, ગાડીમાં ચરસ હોવાનું કહી નકલી પોલીસે હાથ ધર્યું ચેકિંગ, નકલી પોલીસે યુવકના રૂ.20 હજાર પડાવ્યા, પોલીસે અચાનક આવીને નકલી પોલીસને ઝડપી પાડ્યો, આરોપી ઇમરાન પઠાણની નવરંગપુરા પોલીસે કરી ધરપકડ
● અમદાવાદ : નોકરી અપાવવાના બહાને છેતરપિંડી, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ સાથે થઇ રૂ.68 લાખની ઠગાઇ, આપકા રોજગાર સર્વિસ પ્રા. લિ અને શોપ રિલે કો. વતી ફોન કરનાર શખ્સોએ આચરી છેતરપિંડી, વર્ષ 2013થી 2015 સુધીમાં પડાવ્યા રૂ.68 લાખ રૂપિયા
● બનાસકાંઠા : ધાનેરાના ગંજ બજારમાં તસ્કરો ત્રાટકયા, એક જ રાતમાં 10 દુકાનોના તાળાં તૂટ્યા, તસ્કરોએ ક્રેડિટ સોસાયટી અને દુકાનોને નિશાન બનાવી, દુકાનદારોએ ધાનેરા પોલીસને કરી જાણ, પોલીસ તપાસ બાદ ચોરીનો આંકડો આવશે બહાર
મોરબી : ઉચી મંડળ ગામ પાસે પેટ્રોલ ભરેલ ટેન્કરે મારી પલટી, જામનગરથી પેટ્રોલ ભરીને ટેન્કર જતું હતું શિરોહી ગામે, પેટ્રોલના ટેન્કરે પલટી મારતા લોકો પેટ્રોલ લેવા દોડ્યા