● બિટકોઈન મામલે શૈલેષ ભટ્ટ અને તેના સાગરિત સામે નોંધાઈ ફરિયાદ, 100થી વધુ બિટકોઈન પડાવ્યાનો આરોપ, શૈલેષ ભટ્ટના ભાણાની ધરપકડ, શૈલેષ રાજ્યની બહાર
● પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, કહ્યું, ભાવ વધારાથી સામાન્ય જનતા છે પરેશાન, ટૂંક સમયમાં સસ્તુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ
● અમદાવાદના શાહીબાગમાં આજે સાંજે મળશે ભાજપની બેઠક, કેન્દ્રમાં ભાજપ સરકારના 4 વર્ષ પૂર્ણ થવાને લઈ ઘડાયેલા કાર્યક્રમોને અપાશે આખરી ઓપ
● રાહુલ ગાંધી જન્મદિવસની ઉજવણી ગુજરાતના કાર્યકરો સાથે કરે તેવી શક્યતા, જૂન માસમાં બે દિવસ માટે લેશે ગુજરાતની મુલાકાત
● રાજકોટના શાપર વેરાવળ પાસે રાદડિયા ઈન્ડસ્ટ્રીઝમાં કચરો વીણવા બાબતે મજૂર યુવકની હત્યા, વિવિધ 5 માંગો ન સંતોષાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિજનોનો ઈન્કાર
● અમદાવાદના મેઘાણીનગરમાં મહિલા પર અત્યાચારની સામે આવી ઘટના, પોલીસ એક્શનમાં, સાસુની અટકાયત, પતિ ફરાર
● અત્યાચાર વિરુદ્ધ રાજકોટની મહિલાના ધરણાં, ત્રણ દિવસથી ભૂખી-તરસી બેઠી છે મંદિરમાં, પતિએ માર મારીને કાઢી મૂક્યાનો આરોપ
● સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા, કામરેજ પોલીસે તપાસ શરૂ કરી, કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી હોવાની આશંકા, જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી
● કર્ણાટકની ચૂંટણી મુદ્દે રજનીકાંતની પ્રતિક્રિયા, કર્ણાટકમાં લોકતંત્રનો વિજય થયોઃ રજનીકાંત, SCનો આભાર માન્યો રજનીકાંતે, વધુમાં કહ્યું; મારી પાર્ટી હજુ લોન્ચ નથી થઈ, ચૂંટણીની ઘોષણા થતાં 2019ની ચૂંટણી લડવા નિર્ણય લઈશ, કોઈ ગઠબંધનની જાહેરાત કરવી ઉતાવળ ગણાશે, અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ
● ટૂંક સમયમાં કરવામાં આવશે નીરવ મોદીની ધરપકડ, મેહુલ ચોકસીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરાશે, CBI દ્વારા જાહેર કરવામાં આવશે રેડકોર્નર નોટિસ, CBI આ અંગે ઈન્ટરપોલનો પણ કરશે સંપર્ક
● પાકિસ્તાન : કૃષ્ણમંદિરને પાક. સરકારે આપ્યા રૂ.2 કરોડ, હિન્દુ ભક્તો માટે પાકિસ્તાન દ્વારા કરાઈ મદદ, રાવલપિંડીના મંદિરના બ્યુટિફિકેશન માટે અપાયું દાન
● કર્ણાટકની રાજનીતિમાં ફરી આવ્યો ગરમાવો, શ્રમિકોના ઘરમાંથી મળ્યાં 8 વીવીપેટ મશીન, વિજયપુરા વિધાનસભા વિસ્તારમાંથી વીવીપેટ મળ્યાં, પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી
● યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હાના BJP પર પ્રહાર, 2 નેતા મળીને દેશને ચલાવતા હોવાનો આરોપ, નામ લીધા વિના બંને દિગ્ગજો દ્વારા આરોપ કરાયો, સરકારને કઠપૂતળીની જેમ ચલાવવામાં આવે છે, આંતરિક પ્રજાતંત્ર સમાપ્ત થયું: શત્રુઘ્ન સિન્હા, PM મોદીના વાયદા ખોટા પુરવાર થયાઃ યશવંત સિન્હા
● આજે BJP અમદાવાદની યોજાશે બૃહદ બેઠક, સાંજે 5:30 કલાકે શાહીબાગ ખાતે યોજાશે બેઠક, પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી બેઠકમાં રહેશે હાજર, કેન્દ્ર સરકારના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે , અમદાવાદમાં કાર્યક્રમોને અપાશે આખરી ઓપ