● ભરૂચ : GNFC ટીડીઆઈ પ્લાન્ટમાં મોડીરાત્રે ગેસ લીકેજની ઘટના, ગેસ લીકેજ થતાં રહિયાદ ગામ ખાલી કરાયું, ગેસ લિકેજની ઘટનામાં 3થી 4 લોકોને અસર, ગામ લોકોએ કંપનીના ગેટ પર મચાવ્યો હોબાળો, કંપનીના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
● ગાંધીનગર : આસારામ દ્વારા સુરતની યુવતીનો યૌન શોષણના મામલો, આજે ગાંધીનગર કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, અત્યાર સુધી 30થી વધુ સાક્ષીના લેવાયા છે નિવેદન, આરોપી આસારામને વીડિયો કોન્ફરન્સથી રખાશે હાજર
● સુરેન્દ્રનગર : સાયલા ક્વોરી ઉદ્યોગ અને ટ્રક એસો.ની હડતાળ, 5 હજારથી વધુ ટ્રકોના થંભી જશે પૈંડા, પાસિંગ મુજબ રોયલ્ટી પાસના નિર્ણયનો વિરોધ, 400થી વધુ લીજધારકો અને ટ્રક માલિકોની હડતાળ,
● અમદાવાદ : રાજ્યભરના વાતાવરણમાં પલટો, અમદાવાદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો, અરબી સમુદ્રમાં વેલમાર્ક લૉ-પ્રેશર સર્જાયું, 3 દિવસ દ.ગુજરાતમાં સિસ્ટમ કાર્યરત થશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
● રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતની મુલાકાતે : 3 અલગ અલગ કાર્યક્રમોમાં આપશે હાજરી, રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવશે, રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ રહેશે હાજર, કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
● અમદાવાદ : સરખેજ ઉજાલા સર્કલ પાસે લાગી આગ, ન્યુ ગ્રીન કેરિયર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ , આગમાં સાયકલ, ટાયર, કપડાના માલ સહિત 1 ટ્રક બળીને ખાખ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે, આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ
● IRCTCની વેબસાઈટ નવા રંગરૂપમાં! : IRCTCની વેબસાઈટમાં કરાયા મોટ ફેરફાર, લોકોને અનુકૂળ બનાવવાના આશયથી કરાયા ફેરફાર, નવા વિકલ્પોનો થયો સમાવેશ
● PM મોદી 5 દિવસીય વિદેશ પ્રવાસે : વડાપ્રધાન મોદી ત્રણ દેશોના કરશે પ્રવાસ, PM મોદી ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાની લેશે મુલાકાત, સૌ પ્રથમ ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે વડાપ્રધાન, એક્ટ ઇસ્ટ પોલીસીને મજબૂત કરવાનો PMનો પ્રયાસ
● ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના સતત ઘટતા ભાવ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો , ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં આવી નરમી, ગયા અઠવાડિયાથી ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, કંપનીઓએ ખરીદેલા તેલના કારણે હાલનો ભાવવધારો
● મોદી સરકાર અને પ્રતિનિધીઓ વચ્ચે મંથન શરૂ, 2019ની ચૂંટણીની પહેલા પ્રતિનિધિઓની બેઠક, ત્રણ દિવસીય બેઠકનો આજે બીજો દિવસ, આર્થિક સ્થિતિ અને નીતિઓ પર થશે સમીક્ષા, એર ઇન્ડિયાના ખાનગીકરણ મુદ્દે થઇ શકે ચર્ચા, વધતી જતી પેટ્રોલ-ડિઝલની કિંમતો મુદ્દે થઇ શકે ચર્ચા