ગરમીમાં આકરા તડકા અને ધૂળ-માટીના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી આંખોથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ જેમ કે આંખો લાલ થવી, સોજો આવવો કે આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. આજે અમે આંખની આસપાસ થતી પાંપણની પાસે થતી આંજણી અંગે જણાવવા જઇ રહ્યા છીએ. આ સમસ્યા ધૂળ -માટીથી ફેલાનારા બેક્ટેરિયાછી તે સ્ટૈફિલોકોકસ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ સમસ્યા થવાનું અન્ય કારણ તનાવ, હોર્મોનલ પરિવર્તન અને બ્લીફેરાઇટિસ સામેલ છે. આંખો પર આંજણી થવાથી ખૂબ દુખાવો થાય છે. તો આવો જોઇએ કેવી રીતે તેનાથી છૂટકારો મેળવી શકાય.
ગ્રીન ટી
ગ્રીન ટી પેકમાં રહેલા ટૈનિન સંક્રમણ વધવાથી રોકે છે. તે સિવાય તેનાથી આંખો પરના સોજા અને દુખાવાથી રાહત મળે છે. તેનો ઉપયોગ કરવા માટે ગરમ પાણીમાં ગ્રીન ટી ઉમેરો અને ત્યાર પછી આ પેસ્ટને 5 મિનિટ સુધી આંખ પરની આંજણી પર લગાવી લો.
હળદર
દરેક ઘરમાં રસોડામાં મળતી હળદર કેટલાક રોગોની દવા છે. આંખની આંજણીથી રાહત મેળવવા માટે એક પેનમાં 2 કપ પાણી અને એક ચમચી ઉમેરીને તેને બરાબર ગરમ કરી લો. હવે તેને ઠંડુ કરીને આંખ પર સૂકા અને સાફ કપડાથી લગાવી દો. તેનાથી જલદી જ આરામ મળશે.
એલોવેરા જેલ
આંખની આંજણીથી રાહત મેળવવા માટે એલોવેરા ખૂબ અસરકારક ઉપાય છે. જેના માટે એલોવેરા જેલ નીકાળીને આંખ પર લગાવો અને 20 મિનટ પછી સાફ પાણીથી ધોઇ લો. એલોવેરામાં રહેલા તત્વ બેક્ટેરિયાને ખતમ કરવા અને સંક્રમણને રોકવામાં મદદ કરે છે.
જામફળના પા
જામફળના પાન પણ આંજણીને ખતમ કરવામાં ખૂબ મદદ કરે છે. આ ઉપાય કરવા માટે એક પેનમાં થોડાક પ્રમાણમાં પાણી લો અને તેમા જામફળના 4 પાનને સ્વચ્છ કપડામાં બાંધીને પાણીમાં ડૂબાડીને ઉકાળી લો. ત્યાર પછી તેને ઠંડા કરીને આંખની આંજણી પર શેક કરો. જેનાથી જલદી રાહત મળી શકે છે.