આજકાલના સમયમાં વ્યસ્ત શેડ્યુલ અને ખરાબ ખાણી-પીણીના કારણે લોકો કોઇને કોઇ બીમારીથી પીડાતા હોય છે. જેને કારણે કેટલીક વખત ડોક્ટર્સ આ બીમારીઓથી બચવા માટે સવારે ઘાસ પર ચાલવાની સલાહ આપે છે એટલે પ્રકૃતિ દ્વારા તમે કેટલીક બીમારીઓને દૂર કરી શકો છો. લાઇફને તનાવમુક્ત, સ્વસ્થ અને ખુશ રાખવા માટે સવારે ચાલવું, તાજી હવા લેવી અને ઘાસ પર ખુલ્લા પગે ચાલવું ખૂબ ફાયદાકારક હોય છે. આજે અમે તમને જણાવીશુ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી કયા-કયા ફાયદા થાય છે.
ડાયાબિટીસ
ડાયાબીટિસના દર્દીઓને ખાસ કરીને પગ અને ઘુંટણમાં દુખાવો રહે છે. એવામા ઘાસ પર ચાલવું ખૂબ ફાયદાકારક છે. રોજ ઘાસ પર ચાલવાથી પગના તળિયામાં લોહીનું ભ્રમણ યોગ્ય રીતે થાય છે. જેનાથી લોહી અને શુગર કંટ્રોલમાં રહે છે.
હૃદય રોગ
નિયમિત રીતે ઘાસ પર ચાલવાથી શરીરમાં લોહીનું ભ્રમણ તેજ થાય છે. જે તમને હૃદય રોગની બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. તે સિવાય તેનાથી લોહી પાતળું રહે છે. જે હૃદયની કોશિકાઓ સુધી સહેલાઇથી પહોંચી થાય છે.
મજબૂત હાડકાં
વધતી ઉંમર જ નહીં, આજકાલની ખરાબ ડાયેટના કારણે લોકોના હાડકા કમજોર થઇ જાય છે. એવામાં ઘાસ પર ચાલવું તમારા માટે ફાયદાકારક થઇ શકે છે. ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી હાડકાઓમાં કેલ્શ્યિમ વધે છે. જેનાથી હાડકા મજબૂત થાય છે.
પગથી જોડાયેલી સમસ્યા
જો તમને પગમાં સોજા, ચાંદા કે બળતરા જેવી કોઇ પણ સમસ્યા છે તો તમે ઘાસ પર 10-15 જરૂર ચાલો. એવામાં ખૂબ આરામ મળશે અને સાથે જ તમારા પગની દરેક સમસ્યા દૂર થશે.
બ્લડ પ્રેશર
આજકાલ કેટલાક લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય જોવા મળે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લોકો કેટલા પ્રકારની દવાઓનું સેવન કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે ઘાસ પર ચાલવાથી તમારી આ સમસ્યા પણ દૂર થઇ શકે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
આંખ માટે ફાયદાકારક
લીલા ઘાસ પર ચાલવાથી સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે. જે લોકોને ચશ્માના નંબર કે ઓછું દેખાય છે તો લોકોએ રોજ 10 મિનિટ ઘાસ પર ચાલવું જોઇએ. તેનાથી ધીમે-ધીમે આંખોની રોશની સારી થાય છે અને સાથે જ ચશ્માના નંબર પણ ઓછા થવા લાગશે.