રક્તદાન કરવાથી ન ફક્ત બીજા લોકોનો જીવ બચાવી શકાય છે. પરંતુ તે બ્લડ ડોનેટ કરનારા માટે પણ ફાયદાકારક હોય છે. કારણકે બ્લડ ડોનેશન કર્યા પછી હેલ્ધી ફૂડ લેવાથી શરીરમાં નવું બ્લડ બને છે. જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત બીમારી થવાના ચાન્સ પણ ઓછા થઇ જાય છે. આવો જોઇએ બ્લડ ડોનેશન કરવાથી કયા-કયા ફાયદા મળે છે.
હૃદય માટે બેસ્ટ
બ્લડ ડોનેશન કરવાથી શરીરમાં આર્યનનું લેવલ યોગ્ય રહે છે. તે સિવાય તેનાથી હૃદયની બીમારીઓથી પણ બચી શકાય છે. આ સમયે એજિંગ થવા, સ્ટ્રોક આવવા અને હાર્ટ એટેકની સમસ્યાથી બચી શકાય છે.
લીવર અને કેન્સર
બ્લડ ડોનેટ કરવાથી લીવપ પર સારો પ્રભાવ પડે છે. લીવરનુ કામ આર્યન મેટોબોલિજ્મ પર નિર્ભર હોય છે અને બ્લડ ડોનેશનથી આર્યનનું પ્રમાણ સારુ રહે છે. જેનાથી લીવર ડેમેજ થવથી બચી શકાય છે. જો શરીરમાં આર્યનનું પ્રમાણ વધારે હોય તો લીવર ટિશૂનો ઓક્સીડેશન હોય છે. જેના કારણથી લીવર ડેમેજ થઇ શકે છે. જે બાદમાં કેન્સર પણ થઇ શકે છે. બ્લડ ડોનેટ કરવાથી લીવર કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે.
વજન કંટ્રોલ
એક વખત બ્લડ ડોનેટ કરવથી 650-700 કિલો કેલરી ઘટાડી શકાય છે. જેનાથી વજન પણ ઓછું થશે. પરંતુ બ્લડ ડોનેટ ત્રણ મહિનામાં એક વખત જ કરવું જોઇએ.
માનસિક સંતુષ્ટિ
બ્લડ ડોનેશન કરવાથી વ્યક્તિને દિલથી ખુશીનો અનુભવ થાય છે. માટે વ્યક્તિને ખુશ થવા માટે તેનાથી વધારે કોઇ વિકલ્પ નથી. જો કોઇને બ્લડ આપવાથી કોઇનો જીવ બચે છે તો તેનાથી મનને ખુશી અને સંતુષ્ટિનો ભાવ મળે છે.