● શાળાઓમાં નવરાત્રીના વેકેશનની તારીખો નક્કી કરવા સરકાર અવઢવમાં, આજે ફરીથી કરાશે સત્તાવાર જાહેરાત
● નવરાત્રીમાં વેકેશનના સરકારના નિર્ણયનો સુરત અને રાજકોટમાં વિરોધ, ખાનગી શાળા સંચાલકો શાળાઓ ચાલુ રાખશે
● FRC સમક્ષ ફી માટેની દરખાસ્ત કરવાનો આજે છેલ્લો દિવસ, અમદાવાદ શહેરની 150થી વધારે ખાનગી શાળાઓએ નથી કરી દરખાસ્ત
ગાંધીનગર ખાતે મળશે વેધર વોચ કમિટીની બેઠક, ગુજરાતમાં વરસાદ ખેંચાતાં તંત્ર મૂંઝવણમાં, બેઠકમાં વરસાદની સ્થિતિ પર કરાશે ચર્ચા, વરસાદ ખેંચાતાં ઊભી થયેલી સ્થિતિની થશે સમીક્ષા
● રાજકોટમાં ફેસબુક પર બ્લેકમેઇલ કરનાર શખ્સ સકંજામાં, ખોટું આઈડી બનાવી 50 મહિલાઓને કરી ચૂક્યો છે બ્લેકમેઇલ
● દુષ્કર્મના આરોપી જયંતિ ભાનુશાળીની અરજી પર આજે થશે વધુ સુનાવણી, પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા કરી હતી અરજી
● આસારામના મોટેરા સ્થિત આશ્રમ પર AMC કરશે કાર્યવાહી, મહેસૂલ વિભાગના ચુકાદા બાદ AMCનો ઇમ્પેક્ટ ફી રદ્દ કરવાનો નિર્ણય, મૂળ માલિકને પરત કરાશે જમીન
● ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે ST બસોને રોકાઈ, મહારાષ્ટ્રમાં ગુજરાત STની બસ સળગાવવા થયો પ્રયાસ, સળગાવવાનો પ્રયાસ થતાં બસને સાપુતારામાં રોકાઈ, મહારાષ્ટ્ર જતી તમામ બસને રોકી લેવામાં આવી, આગળના આદેશ સુધી સાપુતારામાં જ રોકાશે ST બસ
● દુષ્કર્મ વિરુદ્ધ સંશોધિત કાયદો લોકસભામાં પાસ, બાળકીઓ પર દુષ્કર્મ પર થશે ફાંસીની સજા, કિશોરી પર દુષ્કર્મ મુદ્દે 20 વર્ષની સજાની જોગવાઈ, 20 વર્ષની સજાને ઉંમરકેદમાં ફેરવી શકાશે, બધા પક્ષની સહમતીથી લોકસભામાં કાયદો પસાર, મહિલા સુરક્ષા સરકારની પ્રાથમિકતાઃ રિજિજુ
● ભરૂચ : અંકલેશ્વરથી 7 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત, અમદાવાદ DRIએ ઝડપી પાડ્યો ડ્રગ્સનો જથ્થો, મેટ્રિક્સ ફાઈનફેમ ફેક્ટરીમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત, અમદાવાદ DRIએ બાતમીના આધારે પાડ્યા દરોડા
● લંડનથી ભાગેડુ માલ્યાને ટૂંક સમયમાં પરત લવાઈ શકે, વિજય માલ્યા પ્રત્યાર્પણ પર આજે કોર્ટમાં થશે દલીલ, લંડન કોર્ટમાં પ્રત્યાર્પણ મુદ્દે છેલ્લી દલીલો થશે