● બિન અનામત આયોગને લઈ રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાત, આજે બેઠકમાં થશે ચર્ચા, 15 ઓગસ્ટે જાહેરાતની શક્યતા
● મગફળીકાંડમાં ગુજકોટના માર્કેટિંગ મેનેજર અને નાફેડના બ્રાન્ચ મેનેજરને સમન્સ, તો 40 ગોડાઉનમાં કૌભાંડનો નાફેડના ચેરમેનનો દાવો, ભાજપ-કોંગ્રેસની આક્ષેપબાજી
● મરાઠા અનામતને લઈને આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, તો મરાઠા સમન્વય સમિતિએ બંધથી અળગા રહેવાનો કર્યો નિર્ણય
● બિનઅનામત આયોગ મુદ્દે આજે થઈ શકે મોટી જાહેરાત, સરકાર દ્વારા આ અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે, 15 ઓગસ્ટે યોજનાઓની થઈ શકે છે જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ અંગે કરવામાં આવી ચર્ચા, આજે CMની અધ્યક્ષતામાં બપોર બાદ બેઠક મળશે
● મગફળી કૌભાંડ મામલામાં પોલીસે વધુ 2 આરોપીની કરી ધરપકડ, કેશોદના મેસવાણના કાંતિ ઓઇલ મિલના માલિકની ધરપકડ, કાંતિ ઓઇલ મિલના માલિક રાજેશ વડારિયાની ધરપકડ, અલંકાર ટ્રેડર્સના માલિક વિશાલ સખરેલિયાની ધરપકડ, પાલિકાના પૂર્વ પ્રમુખનો પિતરાઈ ભાઈ છે વિશાલ, પોલીસે અગાઉ 27 આરોપીની ધરપકડ કરી હતી
● મોડીરાત્રે પાટણ પંથકમાં મેઘરાજાની પધરામણી, લાંબા વિરામ બાદ થઈ મેઘમહેર, ધીમી ધારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, વાવણી અનુકૂળ વરસાદથી ખેડૂતોને હાશકારો
● કોંગ્રેસ યોજશે 'નફરત છોડો' ગાંધી સંદેશ યાત્રા, ઓલ ઈન્ડિયા યૂથ કોંગ્રેસ દ્વારા યોજાશે યાત્રા, સાબરમતી આશ્રમથી રાજઘાટ દિલ્હી સુધીની યાત્રા યોજાશે, 9 ઓગસ્ટે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ પદયાત્રા, 10 ઓગસ્ટે યાત્રા રેલી સ્વરૂપે દિલ્હી જવા રવાના, 14 ઓગસ્ટે રાજઘાટ ખાતે યાત્રાનું સમાપન થશે
● નર્મદા ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક, સિંચાઈ માટે માત્ર 2% જ પાણી ઉપલબ્ધ, કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડે તો સ્થિતિ ગંભીર થવાની શક્યતા, કેચમેન્ટ એરિયામાં 1 મહિનો વરસાદના એંધાણ નહિ, પીવાનું પાણી મળશે પણ સિંચાઈનાં પાણી પર પ્રશ્નાર્થ
● સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત ઘટાડો, ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો, ડેમમાં પાણીની આવક 4293 ક્યુસેક નોંધાઈ, ડેમમાંથી પાણીની જાવક 4188 ક્યુસેક નોંધાઈ, સરદાર સરોવર ડેમની સપાટી 110.97 મીટર નોંધાઈ, સરદાર સરોવર ડેમ 90 ફૂટ ખાલી , ડેમમાં 33.31 MCM ડેડસ્ટોક પાણીનો જથ્થો