મોન્સૂનમાં કંઈક નવું અને ચટપટુ ખાવાનું જ મન થાય છે. પરંતુ વરસાદને કારણે તમે ક્યાંય બહાર જઈ શક્તા નથી. ન તો બહારનું અનહેલ્થી ફૂડ ખાઈ શકો છો. આવામાં તમારે ઝટપટ અને ચટપટી રેસિપી ખાવાનું મન થાય તો, તરત બનાવી લો. જેથી તમારું ભોજન સ્વાદિષ્ટ બની જશે. આજે તમે મટર ચાટની રેસિપી નોંધી, જેને બનાવીને તમે ઘરે જ હેલ્ધી ચાટ પરિવારવાળાઓને ખવડાવી શકો છો.
મટર ચાટ બનાવવા માટેની જરૂરી સામગ્રી
– બે કપ વટાણા
– 3 બટાકા
– એક બારીક સમારેલું ટામેટું
– એક બારીક સમારેલી ડુંગળી
– બે લીંબુ
– અડધી ચમચી બેકિંગ સોડા
– ચપટી હીંગ
– એક મોટો ચમચો આમલીની ચટણી
– એક મોટો ચમચો લીલી ચટણી
– એક નાની ચમચી લાલ મરચું પાવડર
– એક નાની ચમચી કાળુ મીઠું
– એક નાની ચમચી જીરું
– સ્વાદ અનુસાર મીઠું
– બે ચમચી તેલ
– એક નાની ચમચી ચાટ મસાલા
– અડચી ચમચી ધાણા પાવડર
– ચપટી કરતા વધુ આમચૂર
– બે-ત્રણ પાપડી
– સજાવટ માટે બે મોટા ચમચા સમારેલા ધાણા અને એક કપ સેવ
મટર ચાટ બનાવવાની વિધી
– સૌથી પહેલા વટાણા ધોઈને 5-6 કલાક પાણીમાં પલાળીને રાખો.
– જ્યારે વખાણા બરાબર ફૂલાઈ જાય તો તેમાંથી પાણી કાઢી લો.
– મીડિયમ આંચ પર એક પ્રેશર કુકરમાં વટાણા, બટાકા, થોડું પાણી, બેકિંગ સોડા અને હિંગ એડ કરીને 4 સિટી લગાવીને ગેસ બંધ કરો.
– હવે મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતા જ તેમાં જીરું, ટામેટા નાંખીને તેને 2 મિનીટ પકાવો.
– હવે પેનમાં બાફેલા બટાકા અને વટાણા નાખો,
– તેમાં ધાણા પાવડર, લાલ મરચુ અને આમચૂર એડ કરો. હવે તેમાં અડધો કપ પાણી અને મીઠું ઉમેરો.
– જ્યારે પાણી સૂકાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
– હવે એક નાનકડા બાઉલમાં તૈયાર થયેલ ચાટ લો. તેના ઉપર ડુંગળી સ્પ્રેડ કરો. સાથે જ મસાલા અને લીંબુનો રસ ઉપરથી સ્પ્રેડ કરો. હવે તેમાં બધી ચટણીઓ સ્પ્રેડ કરો. તથા પાપડ
અને સેવ ભભરાવીને તેને બરાબર બનાવો.
– બસ, તૈયાર છે તમારી ચટપટી મટર ચાટ