જો તમે કોફી પીવા માંગો છો, તો એવી રીતે બનાવો જે તમને ફાયદામાં રહે. આ માટે તમે બટર કોફી પીઓ. જો તમે બટર કોફી પીવા માંગો છો, તો તેના માટે એક કપ ગરમ પાણી કરો, તેમાં એક ચમચી કોફી પાવડર નાંખીને ઉકાળો. તેના બાદ તેમાં દેશી ગાયનું માખણ મિક્સ કરો. હવે તેને ઠંડું પાડીને બ્લેન્ડરમાં એક મિનીટ સુધી હલાવો. હવે તૈયાર છે તમારી બટર કોફી.
બટર કોફીના ફાયદા
હાર્ટની બીમારીથી બચાવે
બટરને જ્યારે કોફીમાં મિક્સ કરવામાં આવે છે, તો તેમાં વિટામિન પેદા થાય છે. જે દિલની બીમારી સામે રક્ષા કરે છે. આ કોફી તમને એનર્જિ પણ આપશે.
એનર્જિ પ્રદાન કરશે
જ્યારે તમે કોફીમાં બટર મિક્સ કરો તો, તેમાં કૈટોન્સ પેદા કરે છે. જેનાથી એનર્જિ મળે છે. આ કૈટોન્સ શરીરમાં ત્યારે પેદા થાય છે, જ્યારે બોડી કાર્બોહાઈડ્રેટને બદલે ફેટથી એનર્જિ પેદા કરે છે. આ એનર્જિ વધુ લાભકારક હોય છે.
ધમનીઓની સફાઈ
ગાયના દૂધથી બનેલા માખણમા ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને કન્ટ્રોલ કરે છે. તે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારીને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદગાર રહે છે.
કબજિયાતમાંથી છુટકારો
જો તમને કબજિયાત છે, તો બટર કોફીથી તેમાં રાહત મેળવી શકો છો. કોફીમાં બટર મિક્સ કરવું કબજિયાતમાં ફાયદાકારક છે, કેમ કે તેમાં રહેલા કેમિકલ કબજિયાતને દૂર કરે છે.
દિમાગ માટે ફાયદાકારક
તેનો એક ફાયદો એ પણ છે કે, તે દિમાગ માટે સારું કામ કરે છે. તે દિમાગને હૈલ્દી ફેટ પ્રદાન કરે છે, જેનાથી શરીરમાં હોર્મોન પેદા કરે છે, જે શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે. તે મસ્તિષ્કના કાર્યને ઉત્તેજિત કરવામાં પણ મદદ કરે છે. ઘાસ ખાનારી ગાયના દૂધમાં butyrate નામનું એસિડ હોય છે. આ એસિડ ન્યૂરોનલ ઉતક્કોમાં સૂજન અને neurodegenerative રોગો પર અંકુશ લગાવવામાં મદદ કરે છે.