● આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવાલયોમાં ભક્તોની ભીડ, પ્રથમ જ્યોર્તિલિંગના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
● મગફળીની મેલી રમતમાં વધુ એક એપિસોડ, સુઇગામમાં સામે આવ્યું મગફળી ખરીદીનું કૌભાંઙ, મગફળીનું ઉત્પાદન જ નહી તોંય ખરીદાઇ ૩ કરોડ ૭૦ લાખની મગફળી
● મગફળીકાંડને લઈને વિપક્ષ ઉતરશે રસ્તા પર, સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ, કોંગ્રેસના ગુજરાતભરમાં દેખાવો
● રાજકોટ મહાનગરપાલિકામાં મળશે સામાન્ય સભા, સભામાં વિવિધ મુદ્દે વિપક્ષ હંગામો કરે તેવી શક્યતા તો વિરોધપક્ષના નેતાની વરણી થાય તેવી શક્યા
● સિદ્ધપુરના સહેસા ગામે પોલીસ પર હુમલો, આરોપીને પકડવા ગયેલી પોલીસ પર થયો પથ્થરમારો, ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ
● અમદાવાદ : આજે પણ ટ્રાફિક મેગા ડ્રાઈવ યથાવત્, કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવામાં આવશે, રામોલ રિંગરોડ ખાતે મેગા ડ્રાઈવ કરાશે
● સુરતમાં ટેમ્પો એસો. દ્વારા આજે હડતાળનું એલાન, SMCના વિરોધમાં ટેમ્પો એસો. દ્વારા હડતાળ, કાપડ માર્કેટમાં દબાણના વિરોધમાં હડતાળ , ટેમ્પોમાંથી ગ્રે કાપડનો માલ ઊંચકી જતા હોવાનો આરોપ, કોર્પો.ના વિરોધમાં 7 હજાર ટેમ્પોનાં પૈડાં થંભી જશે
● રાજકોટ : ગોંડલ રોડ પરથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, SOGએ દરોડો પાડી 15 દેશી હથિયાર કબજે કર્યાં, હથિયારના કારખાનામાંથી 3 શખ્સની ધરપકડ કરાઈ, પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ, હથિયારની ફેક્ટરી સાથે સંકળાયેલા વધુ લોકો ઝડપાઈ શકે, અટિકા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારથી ફેક્ટરી ઝડપી લેવાઈ
● વડોદરા : ગણેશ મહોત્સવ મુદ્દે 9 ફૂટથી ઊંચી મૂર્તિ ન બનાવવા મૂર્તિકારોને આદેશ, ઊંચી મૂર્તિ બનાવનાર મૂર્તિકાર સામે થશે કાર્યવાહી, મૂર્તિકારો દ્વારા પોલીસના નિર્ણયનો વિરોધ કરાયો, મૂર્તિકારોએ વિરોધરૂપે મૂર્તિ બનાવવાનું કર્યું બંધ, ગણેશ મંડળો આજે પોલીસ કમિશનરને કરશે રજુઆત
● મોરબી : જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત, જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત, લીલાપર ગામની સીમમાં સર્જાઈ જૂથ અથડામણ, મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ, સશસ્ત્ર જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયાં, તાલુકા પોલીસે અથડામણ અંગે કાર્યવાહી હાથ ધરી
● અમિત શાહે UPમાં 74+ બેઠક જીતવા આપ્યો મંત્ર, ભાજપના નેતાઓને અમિત શાહે આપ્યો વિજયમંત્ર, 74 બેઠક પર જીત નોંધાવવાની છેઃ અમિત શાહ, 2014માં ભાજપે ‘અપના દલ’ સાથે 73 બેઠક જીતી હતી, યોજનાઓના પ્રચાર માટે અમિત શાહે કાર્યકરોને કહ્યું, ગલી-મહોલ્લા સુધી જવા કાર્યકરોને કહ્યું અમિત શાહે