શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ ભક્તો આ માસ દરમ્યાન મહાદેવને રીઝવવા વિવિધ સામગ્રી સાથે ભક્તિભાવથી સોમનાથ પહોચે છે. સોમનાથના માર્ગો શિવભક્તોની ભીડ થી ભરાયેલા ભાસી રહેલ છે. શ્રાવણનો સોમવાર એટલે શિવત્વની પ્રાપ્તિ માટેનો વિશેષ અવસર. ભક્તો રાત્રી દરમ્યાન પગપાળા ચાલી સોમનાથ પહોચ્યા હતા. પ્રાતઃ મંદિરના દ્વારો ખુલતા જ જય સોમનાથ નો નાદ અરબી સમુદ્ર તટે ગુંજી ઉઠેલ હતો. પ્રાતઃ મહાપૂજન સોમનાથ મહાદેવને કરવામાં આવેલ, ત્યાર બાદ પ્રાતઃઆરતીમાં મહાદેવને વિવિધ પુષ્પો ગુલાબ-કમળ સહિત પુષ્પહારો નો શૃંગાર કરવામાં આવેલ હતો. જે સોમ્ય શૃંગારના દર્શન માત્રથી ભક્તોની પીડા દુર થતી હોવીનો ભાવ વ્યક્ત કર્યો હતો.