ઊંઘ આપણા શરીરની એનર્જી બરાબર રાખવા માટે ખૂબ જરૂરી છે. યોગ્ય રીતે ઊંઘ પૂરી ન થવાના કારણે કેટલાક પ્રકારના રોગ જેમ કે ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત રોગ અને સ્થૂળતાની સમસ્યા થઇ શકે છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારી સૂવાની આદતો દ્વારા તમારા સ્વાસ્થ્ય અંગે કેટવીક વાતો જાણી શકાય છે.
સૂતા સમયે શ્વાસ લેવામાં સમસ્યા
જો તમને ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં સમસ્યા થાય છે તો તે સ્લીપ એપ્નિયાનો સંકેત હોય શકે છે. હાલના સમયમાં લોકોને ઊંઘથી સંબંધિત બીમારી સ્લીપ એપ્નિયા ખૂબ વધી રહી છે અને તેનું સૌથી મોટું કારણ રોજિંદા કામ નિયમિત ન થવા. જાણકારો મુજબ જેટલું સંભવ થઇ શકે ખાણી-પીણી અને સૂવાની આદતોને નિયમિત કરો અને ડોક્ટરથી સલાહ લે છે. ઊંઘની ઉણપથી થનારી સૌથી સામાન્ય સમસ્યા સ્લીપ એપ્નિયા છે જેમા ઊંઘ દરમ્યાન શ્વાસ લેવામા તકલીફ થાય છે.
વારંવાર બાથરૂમ જવું
કેટલીક વખત રાત્રે તમને પેશાબ કરવા માટે જવું પડે છે. તો તે ડાયાબિટીસના કારણે પણ થઇ શકે છે. રાત્રે બેથી વધારે વખત બાથરૂમ જવું ડાયબિટીસ કે પ્રી ડાયાબીટીસનું સંકેત હોય શકે છે. સતત બાથરૂમ આવવાનું કારણ બ્લડમાં શુગરનું પ્રમાણ વધી શકે છે. જ્યારે બ્લડમાં શુગર વધી જાય છે તો પેશાબ દ્વારા તે બહાર નીકળી જાય છે.
પડખાં બદલીને સુવું
જો તમે રાતે વારંવાર પડખા બદલી રહ્યા છો અને હૃદયના ધબકારા વધી જાય છે તો તે ઓવરએક્ટિવ થાઇરોઇડના કારણે થઇ શકે છે. જો તમને સતત રાત્રે સૂતા સમયે ઊંઘ ન આવવી, ઝડપથી હૃદયના ધબકારા વધી જવા પણ એક ગંભીર સમસ્યા છે. તો તે હાઇપરથાઇરોઇડિજ્મનું કારણ હોય શકે છે.