આજના સમયમાં કોઈ પણ મહિલાને વજન વધે એ ગમતી બાબત નથી હોતી. સહેજ વજન વધે એટલે મહિલાઓ એલર્ટ થઈ જાય છે. તેમાં પણ પેટ અને જાંઘ પર ચરબી જમા થઈ જાય તો યુવતીઓનું બોડી શેપ બગડી જાય છે. જેને કારણે તેમને પોતાની ડ્રેસિંગ સેન્સ પણ બદલી દેવી પડે છે. ત્યારે એકવાર જો જાંઘ પર ચરબી જમા થઈ જાય તો તેને દૂર કરવું બહુ જ મુશ્કેલ છે. જાંઘ પરની ચરબી દૂર કરવા માટે મહિલાઓને બેલ્ટ, મસાજ જેલ, ક્રીમ અથવા ડાયટ ચાર્ટનો સહારો લેવો પડે છે. પણ, હકીકત એ છે કે શરીરના નીચલા હિસ્સાનો મોટાપો માત્ર કસરત કરીને જ દૂર કરી શકાય છે. ત્યારે જો તમારા જાંઘની ચરબી પણ વધુ હોય તો આ એક્સરસાઈઝની ટિપ્સ તમારા કામની છે. જે ચરબીની ચપટી વગાડતા ગાયબ કરી શકે છે. આ સાથે ખાવામાં ઓછી કેલેરીવાળું ફૂડ અને વધુ પાણી પીવાનું રાખો.
લેગ સ્ટ્રેચ
આ એક્સરસાઈઝ બહુ જ પ્રભાવી છે, તેનાથી પગનો દર્દ દૂર રહેશે. તેને કરવા માટે પગને સીધા કરીને બેસી જાઓ. પછી એક પગને બીજા જાંઘ પર રાખો અને બીજા પગને લાંબું કરીને હાથથી પકડવાનો પ્રયાસ કરો. તમારા પગને 5 મિનીટ સુધી પકડી રાખો. આવું 10 વાર રિપીટ કરો.
સાઈકલિંગ
આ કસરતથી તમે થાઈની ચરબી ઓછી કરી શકશો. આ એક્સરસાઈઝ બોડી શેપ કરવામાં પણ મદદરૂપ થશે. જમીન પર પેટના ભાગે સૂઈને તમારા પગને 90 ડિગ્રી ઉપર લઈ જાઓ. પછી પગને સાઈકલની જેમ ચલાવો. 1 મિનીટ સુધી આવું કરીને ધીરે ધીરે પગ નીચે લઈ આવો. આ પ્રોસેસને 5 વાર રિપીટ કરો.
દોરડા કૂદવા
જાંઘ પર જમા થયેલી વધારાની ચરબી ઓછી કરવા માટે નિયમિત રીતે દોરડા કૂદવાનું રાખો. આ બહુ જ સરળ એક્સરસાઈઝ છે. તમે તેના બદલે દોડી પણ શકો છો. દોડવાથી જાંઘ પર દબાણ પડશે અને ચરબી ઘટશે.
લંજિસ
પગની વચ્ચે 3 સેન્ટીમીટરનુ અંતર રાખીને ઉભા રહો. હળવા હાથથી વજન ઉઠાવો. ડાબા પગની સાથે તમારા પગલાને આગળ વધારો અને જમણા પગ પર ઝૂકાવી દો. બસ આવુ જ બીજા પગમાં કરો. આ કસરત 10 વાર રિપીટ કરો.
ડીપ સ્કવૈટ્સ
તમારા બંને પગ પર ઉભા રહી જાઓ. હાથને તમારા ચહેરાની સામે 12 ઈંચની દૂરી પર લઈ જાઓ. ઊંડા શ્વાસ લો અને તમારા ઘૂંટણને ફોલ્ડ કરો. 90 ડિગ્રીનો ખૂણો બનાવી લો.