● આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આજે પણ પડી શકે છે અમદાવાદમાં વરસાદ, અન્ય વિસ્તારોમાં પણ મેઘાની વકી
● ગુજરાતના 209 તાલુકામાં 2થી 4 ઈંચ વરસાદ, સૌથી વધુ કપડવંજમાં 6 ઈંચ, અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી પાણી પાણી
● પીવા અને સિંચાઈના પાણીની ચિંતા થઈ હળવી, નર્મદા ડેમની જળસપાટી સવા બે ફૂટ વધી, ઉપરવાસમાં સારા વરસાદથી પાણીની થઈ આવક
● વાજપેયીનો દેહ પંચમહાભૂતમાં વિલીન, દત્તક પુત્રી નમિતાએ આપી મુખાગ્નિ, પાંચ કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં ઉમટ્યો જનસૈલાબ
● જેતપુરમાં ભાદરમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે ધારેશ્વર GIDC એસોસિએશનને GPCBની નોટિસ, 15 દિવસ સુધી બંધ રહેશે પાણી અને વીજ પુરવઠો
● 19 અને 24 ઓગષ્ટે રાજકોટમાં પાણીકાપની જાહેરાત, શહેરના પશ્ચિમ વિસ્તારના ઘણાં વોર્ડમાં નહિ આવે પાણી, કોર્પોરેશનની જાહેરાત
● આજે AMC કમિશનરની મળશે બેઠક, બેઠકમાં ધારાસભ્યો-સાંસદો રહેશે હાજર, ધારાસભ્યો-સાંસદો સાથેની પ્રથમ સંકલન બેઠક મળશે, દબાણ હટાવ ઝુંબેશ સંબંધી વિવિધ પ્રશ્નો ઊઠશે, વરસાદમાં પાણી ભરાવા અંગેના મુદ્દા પણ ચર્ચાશે
● ખેતીની જમીન બિનખેતીમાં કરવાનો મામલો, આજથી જમીન બિનખેતીના પાયલોટ પ્રોજેક્ટરનો પ્રારંભ
● આજથી એશિયન ગેમ્સનો થશે પ્રારંભ, 18મી એશિયન ગેમ્સનો આજથી પ્રારંભ, ઈન્ડોનેશિયાની રાજધાનીમાં આજથી થશે પ્રારંભ
● રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે પાણીકાપ, આવતીકાલે અને 24 ઓગસ્ટે રાજકોટમાં પાણીકાપ રહેશે, પાઈપલાઈન પર ફ્લો મીટરની કામગીરીને પગલે પાણીકાપ, કાલે વોર્ડ નં.2, 7, 8, 10 અને 11માં પાણીકાપ રહેશે, 24મીએ વોર્ડ નં.1, 2, 8, 9, 10, 11, 13માં પાણીકાપ
● રાજકોટમાં મોડી રાત્રે પડ્યો વરસાદ, રાજકોટમાં રાત દરમિયાન 1 ઈંચ વરસાદ, હાલમાં પણ વરસાદના છાંટા ચાલુ
● સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક, 24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો, સરદાર સરોવરની જળસપાટી 113.46 મીટર થઈ, ડેમમાં પાણીની આવક 73,879 ક્યુસેક નોંધાઈ, ગોડબોલે ગેટથી 627 ક્યુસેક પાણી નદીમાં છોડાયું, દરકલાકે જળસપાટીમાં 12થી 13 સે.મી.નો થતો વધારો
● મોરબી જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ, મોરબીમાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો, વાંકાનેર, હળવદ, ટંકારામાં સરેરાશ 2 ઈંચ વરસાદ, માળિયામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો
● મહારાષ્ટ્રમાં વરસાદથી ગુજરાતનો વાહનવ્યવહાર ખોરવાયો, ગુજરાતથી મહારાષ્ટ્ર જતાં વાહનોને કરાયાં ડાઈવર્ટ, નંદૂરબાર જિલ્લામાં મેઘરાજાએ મચાવી તારાજી, નવાપુરના પાનબારાની નદીઓમાં વરસાદ બાદ ઘોડાપૂર, ઘોડાપૂરને લઈને નદીઓ પરના પુલો પાણીમાં ગરકાવ, સુરતથી ધુલિયા, નંદૂરબારની બસના રૂટ ફેરવાયા