● PM મોદી 23 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, PMની 23 ઓગસ્ટના રોજની ગુજરાત મુલાકાત યથાવત રહી, તૈયારીના ભાગરૂપે આજે બેઠકનું આયોજન, આજે 12 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન, CMની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળશે
● આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ પડશે વરસાદ, નર્મદાની સપાટીમાં વધારો
● હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરિયાની વધી મુશ્કેલી, 3 વર્ષ પહેલાના રાજદ્રોહના ગુનામાં ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે
● અલ્પેશની ધરપકડ બાદ સુરતના પુણામાં બસને આગચંપી, યોગી ચોક પાસે સળગાવાયા ટાયર, હાર્દિક અને બાંભણિયાએ કરી શાંતિની અપીલ
● હાર્દિક પટેલ સહિત 9 લોકોનો ધરપકડ બાદ છૂટકારો, ભાજપના આદેશ અનુસાર પોલીસે ધરપકડની કાર્યવાહી કર્યાનો પોલીસ પર ગંભીર આરોપ પોલીસે ફગાવ્યા આરોપ
● અમદાવાદના નિકોલમાં ગીતા પટેલ સહિત 6 લોકો સામે ફરિયાદ, ઉશ્કેરણીજનક શબ્દો વાપરવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ
● બારદાન કૌભાંડના મુખ્ય આરોપી મગન ઝાલાવાડિયાની આજે થઈ શકે છે ધરપકડ, આગના બહાને 34 હજાર બારદાન સગેવગે કર્યાનો આરોપ
● જેતપુરના ગૉદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દિપડો આવી ચડ્યો, છેલ્લા 12 દિવસથી દિપડાએ કબ્રસ્તાનમાં ધામા નાખતા લોકોમાં ફેલાયો ભયનો માહોલ, દિપડાએ બે-બે વાછરડાના મારણ કરતા લોકોની દિપડાને પાંજરે પુરવાની માંગ, રેંજ ફોરેસ્ટ ઓફિસરે કબ્રસ્તાનમાંથી દીપડાને પાંજરે પૂર્યો
● સુરત : હનીટ્રેપમાં ફસાવનારી મહિલાઓની ધરપકડ, અમરોલી પોલીસે માતા-પુત્રી સહિત 3ની ધરપકડ કરી, ફોન કરીને ઘરે બોલાવાયેલા લોકોને ફસાવાતા હતા, ઈન્દુ નામની મહિલા યુવકોને ફોન કરી મળવા બોલાવતી, પુત્રી હિરાલી શારીરિક સંબંધ બાંધવા લલચાવતી હતી, યુવકને કઢંગી હાલતમાં પકડી લાખો રૂપિયા પડાવાતા
● PAASના સભ્યો આજે દિલ્હીમાં, JNUના પાટીદાર વિદ્યાર્થીઓને મળશે PAAS ટીમ, આંદોલન મુદ્દે JNU વિદ્યાર્થીઓ સાથે થશે ચર્ચા, ચર્ચા બાદ આંદોલનમાં તેમનો પણ સમાવેશ કરાશે, મંજૂરી મળશે તો આગેવાનો અનેક રાજનેતાને મળશે, PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓને પત્ર લખશે
● નર્મદા : સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસથી 17,734 ક્યુસેક પાણીની આવક, દરકલાકે 1 સે.મી.નો થઈ રહ્યો છે વધારો, હાલની ડેમની સપાટી 114.67 મીટર પર પહોંચી, હાલ ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 319.97 MCM
● પાકિસ્તાન PMએ અપનાવ્યું PM મોદીનું વલણ, કાળાં નાણાં મુદ્દે ગંભીર બન્યા ઈમરાન ખાન, વિદેશથી કાળું નાણું પાક.માં પરત લવાશે , કાળાધન માટે ટાસ્કફોર્સનું ગઠન કરાશે, પાકિસ્તાનમાં પર્યટનને પ્રોત્સાહન અપાશે, પાકિસ્તાનમાં પાણીની કમી ગંભીર સમસ્યાઃ ઈમરાન