● સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પડશે ધોધમાર વરસાદ
● દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઝરમરિયો વરસાદ, અમદાવાદ, સુરત, તાપી, વડોદરા મહિસાગર, સાવલી અને છોટાઉદેપુર પંથકમાં વરસ્યો વરસાદ
● હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને કોંગ્રેસનું સમર્થન, દિલ્હીમાં પાસના 40 સભ્યો આજે જંતરમંતર પર કરશે પ્રતિક ઉપવાસ
● રાજકોટમાં કુંવરજી સામે કોળી સમાજના અગ્રણીઓનો મોરચો, આજે મળશે કોંગ્રેસના કોળી સમાજના આગેવાનોની બેઠક, કોંગ્રેસના કોળીસમાજના નેતાઓ રહેશે હાજર, ધારાસભ્યો, પ્રમુખો, અગ્રણીઓ હાજર રહેશે, કુંવરજી બાવળિયા સામે એક્શન પ્લાન તૈયાર કરાશે, હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે સંમેલન
● આજે જિતુ વાઘાણી અટલજીના અસ્થિ લઈને આવશે ગુજરાત, અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, સિદ્ધપુર તથા સોમનાથમાં ફરશે કળશયાત્રા, 7 સ્થળે અસ્થિનું કરાશે વિસર્જન
● મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે નિરીક્ષણ, અંડરગ્રાઉન્ડ બાંધકામની કામગીરીનું કરશે નિરીક્ષણ
● ગૃહરાજ્યમંત્રી આજે FSLની લેશે મુલાકાત, PMની મુલાકાત સંદર્ભે FSLની મુલાકાત લેશે, સુરક્ષાથી માંડી અન્ય તૈયારીની માહિતી મેળવશે, સુરક્ષાની સમીક્ષા કરશે પ્રદીપસિંહ જાડેજા
● જમ્મુ-કાશ્મીરમાં ભાજપ કાર્યકરની હત્યા, આતંકીઓએ ભાજપ કાર્યકરની હત્યા કરી, ઘરમાં ઘૂસીને ભાજપ કાર્યકરની હત્યા કરાઈ, આતંકીઓએ શબ્બીર અહેમદ ભટ્ટની હત્યા કરી
● NEETની પરીક્ષા પદ્ધતિ રહેશે યથાવત્, ગયા વર્ષની જેમ જ થશે NEETની પરીક્ષા, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, મેડિકલ-ડેન્ટલની પ્રવેશ પરીક્ષામાં ફેરફાર નહિ કરાય, વર્ષમાં 2 વખત નહિ થાય મેડિકલ-ડેન્ટલની પરીક્ષા, સ્વાસ્થ્ય મંત્રાલયની ભલામણ બાદ નિર્ણય બદલાયો
● સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, હાલની ડેમની સપાટી 115.85 મીટર પર પહોંચી, 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 6 મીટરનો વધારો, દર કલાકે ડેમની સપાટીમાં 8થી 10 સે.મી.નો વધારો, ઉપરવાસમાં સારા વરસાદથી ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસથી પાણીની આવક 98,189 ક્યુસેક નોંધાઈ