● ગાંધીનગરમાં કાર્યક્રમ પૂરો કર્યા બાદ અચાનક માતાને મળ્યા પીએમ મોદી, માતા હિરાબા સાથે વિતાવ્યો અડધો કલાક
● કેશુભાઈ પટેલ વધુ એક વર્ષ માટે રહેશે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન, ટ્રસ્ટીઓની પીએમ સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય
● રામોલમાં પ્રવેશબંદી દૂર કરવાની હાર્દિકની અરજી પર આજે આવી શકે છે ચુકાદો, તો હાર્દિકના જામીન રદ કરવાની અરજી પર પણ સુનાવણી
● રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બારદાન આગમાં જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ ન થયાનો FSL રિપોર્ટમાં ખુલાસો, આગ લાગી કે લગાડાઈ તેની સ્પષ્ટતા નહીં, 5 આરોપી 9 દિવસના રિમાન્ડ પર
● ભૂજ RTO કચેરીમાં સિનિયર ક્લાર્કના કોમ્પ્યુટરનો પાસવર્ડ હેક કરીને ટેક્સચોરીના કૌભાંડનો પ્રયાસ, 3 શકમંદ ઝડપાયા
● રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ફ્લોમીટર લગાવવાની કામગીરીને પગલે રાજકોટના 7 વોર્ડમાં આજે પાણીકાપ, 2 લાખ લોકોને અસર
● વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થી સંઘની 70મી ચૂંટણી, સવારે 10થી 2 મતદાન, સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ
● સુરત : 535 હોસ્પિટલ-લેબોરેટરીને નોટિસ, ડેન્ગ્યુ-મેલેરિયાની માહિતી નહીં આપતા નોટિસ, મહાનગરપાલિકાના આરોગ્યવિભાગે નોટિસ ફટકારી, દરરોજ માહિતી આપવાનો સરકારનો આદેશ, માહિતી નહીં આપે તો IPC મુજબ કાર્યવાહી
● સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો , MPમાં સારો વરસાદ થવાથી ડેમ સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 46604 ક્યુસેક પાણીની આવક, ડેમની જળસપાટી 118.31 મીટર પર પહોંચી , ડેમમાં જળસંકટ દૂર થતાં સરકારને રાહત
● અમદાવાદ : 19 વર્ષીય પીડિતાને ગોંધી રખાઈ, 16 દિવસ સુધી અલગ અલગ જગ્યા પર ગોંધી રખાઈ, સરખેજ ચોકડી પાસેથી અપહરણ કરાયું હતુ યુવતીનું, લગ્ન કર્યા હોવા છતાં અન્ય યુવક બતાવી લગ્ન કરવા દબાણ , વાસણા પોલીસે 2 શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી , યુવતીએ પ્રેમલગ્ન કર્યાં બાદ તેની સાથે બની ઘટના
● અમદાવાદ : ATM મશીન કાપી ચોરી કરવાનો પ્રયાસ, પોલીસે તપાસ કરી તો બે બોલ્ટ ખુલ્લા હતા, તસ્કરોએ વાયર કાપતા સાયરન વાગ્યું, સાયરન વાગતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ, રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, રાજેન્દ્રપાર્કમાં આવેલ HDFCના ATMનો બનાવ
● પાટણ : આવતી કાલે સિદ્ધપુરની સરસ્વતી નદીમાં સ્વ.અટલ બિહારી બાજપાઈના અસ્થિનું વિસર્જન કરાશે, અસ્થિ વિસર્જન યાત્રા શહેરના વિવિધ નક્કી કરાયેલ રૂટ પર ફરશે, સરસ્વતી નદીના કાંઠે આવેલ બ્રહ્માડેશ્વર મહાદેવ મંદિર પાસે અસ્થિ વિસર્જન કરાશે
● રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો, હિંમતનગર અને હાલોલમાં 1 ઈંચથી વધુ વરસાદ, ઉમરપાડામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ કક્ષાના વરસાદ થવાની સંભાવના