● રાજકોટ : CM રૂપાણી આજે રાજકોટમાં, મનપાના સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે CM, સેવાસેતુનો ચોથો તબક્કો શરૂ થયો છે 24 ઓગસ્ટથી, આજી GIDCમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાવશે, રૂ.7.70 કરોડનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાશે
● મોદી સરકારને ઘેરવ કોંગ્રેસની રણનીતિ, રાફેલ કૌભાંડના મુદ્દે વડોદરામાં રાજીવ સાતવ અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કરશે પ્રેસકોન્ફરન્સ
● હાર્દિકના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ, ડોક્ટર્સે આપી છે પ્રવાહી લેવાની સલાહ, તો ઘરની બહાર પોલીસ પહેરાને લઈ હાર્દિકને નજરકેદ કરાયો હોવાની હાઈકોર્ટમાં રજૂઆત
● હવે રાજ્ય સરકારના કર્મચારીઓ આંદોલનના માર્ગે, લાંબા સમયથી પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા કરશે દેખાવ
● રાજ્યના આઠ શહેરમાં શહેરી વિકાસ સત્તા મહામંડળમાં હમણા કોઇ રાજકીય નિમણૂંક નહીં થાય, મ્યુનિસિપલ કમિશનરને સોંપાયા ચાર્જ
● કેડીલા ફાર્માસ્યુટિકલના CMD રાજીવ મોદી પર પત્નીએ મારામારીનો લગાવ્યો આરોપ વિવાદ પહોંચ્યો પોલીસ સ્ટેશન, પોલીસે કરી પૂછપરછ
● ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પડ્યો હળવો વરસાદ, હજી 24 કલાકમાં મધ્યથી ભારે વરસાદની છે આગાહી
● અમદાવાદ : 14 વર્ષની કિશોરીનો અપહરણ બાદ છુટકારો, ચાંદખેડામાંથી કરાયું હતું કિશોરીનું અપહરણ, બીભત્સ ફોટો પાડી દાગીના પડાવ્યા હોવાની ફરિયાદ, દુષ્કર્મ કરવા ફોટો પાડી માર માર્યો હોવાની ફરિયાદ, ફોટો વાઈરલ કરી બદનામ કરવાની અપાઈ ધમકી, પોલીસે ફરિયાદના આધારે આરોપીની કરી ધરપકડ
● સરદાર સરોવર ડેમની સપાટી 121.42 મીટર થઈ, ઉપરવાસથી 40,676 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, દર કલાકે ડેમમાં 3થી 4 સે.મી. વધતી જળસપાટી, CHPH પાવર હાઉસના 2 યુનિટ કાર્યરત્ કરાયાં, મુખ્ય કેનાલમાંથી 9275 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે, ડેમ 121.92 મીટર પર પહોંચવામાં માત્ર 50 સે.મી. બાકી
● મોદી સરકારને મોટો આંચકો, 5 માઓવાદીની ધરપકડ મુદ્દે સુપ્રીમનો સ્ટે, 6 સપ્ટેમ્બર સુધી નજરકેદ રાખવા SCનો આદેશ
● જૂનાગઢ : કેશોદમાં મોડી રાત્રે બિલ્ડરની હત્યા, કેવલ સવાણી નામના 28 વર્ષના બિલ્ડરની હત્યા, ગઈકાલે મોડીરાત્રે સાઈટ પરથી મળ્યા હતા બેભાન હાલતમાં, કેશોદ હોસ્પિટલ ખાતે લવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા, માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી કરાઈ હત્યા, બિલ્ડરનાં સોનાનાં ઘરેણાંની કરવામાં આવી લૂંટ