ફિટ રહેવું તો દરેક મહિલાને ગમે છે, અને તે માટે તેઓ જોગિંગ, સાઇકલિંગ, એરોબિક્સ, યોગા, જિમ વગેરે દ્વારા ફિટ રહેવામાં માંગે છે. ઘણી મહિલાઓને ડાન્સ કરવામાં તો ઘણી મહિલાને ડાન્સ શીખવામાં રસ હોય છે. નિયમિત ડાન્સ કરતી મહિલા પોતાનું શરીર સુડોળ બનાવીને તેને જાળવી રાખે છે, ઉપરાંત ડાન્સ કરવાથી ઘણી બધી સામાન્ય બીમારીઓમાં રાહત મળે છે. આવો તો તે વિશે વિગતે માહિતી મેળવીએ.
તણાવ ઘટાડે છે
ડાન્સ સાથેના મ્યુઝિક તણાવને રાહતમાં મદદ કરી શકે છે. મ્યુઝિકની સાથે ડાન્સ કરવામાં આવે તો તણાવમાં ઘટાડો થાય છે, કારણ કે મ્યુઝિક મનને શાંતિ આપે છે, સાથે શરીર પ્રવૃત્તિમાં હોય છે. તેથી મન શાંત થાય છે અને તણાવથી મુક્તિ મળે છે.તમારું હૃદય તંદુરસ્ત રાખે છે. લોકો જે રુધિરાભિસરણ તંત્રને લગતી બીમારીઓના જોખમ પર હોય છે, ડાન્સ ઘણી વાર બચાવ કામગીરીમાં આવી શકે છે. જે લોકો હાર્ટ એટેકથી પીડાતા હતા, તેઓ વોલ્ટેઝ ડાન્સના સ્વરૂપમાં તેમના હૃદયના આરોગ્ય, શ્વાસ અને જીવનની ગુણવત્તામાં સુધારો દર્શાવે છે. ડાન્સ, હૃદય, ફેફસાં અને રુધિરાભિસરણ તંત્રને મજબૂત કરવા માટે જાણીતી છે.
ડિપ્રેશનમાં ઘટાડો કરે છે
માનસિક સ્વાસ્થ્ય પર ડાન્સનો ફાયદો એ ડિપ્રેશનને ઘટાડે છે. એક અભ્યાસે દર્શાવ્યું હતું કે ડાન્સ તમારા આત્માને ઉત્તેજન આપે છે અને ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમે ડાન્સ કરો છો, ત્યારે મૂડ સુધારવાના રસાયણોનો પ્રવાહ છૂટી જાય છે, જે તમારી માનસિક સ્થિતિને વેગ આપવા મદદ કરે છે.
વજન ઉતારવામાં મદદરૂપ થાય છે
ડાન્સ કરવાથી તમારા શરીરના બધા સ્નાયુ જૂથોને કાર્યમાં લઇને કેલરીને બર્ન કરવામાં અસરકારક રીતે સહાય કરે છે. ડાન્સ દ્વારા આખું શરીર વર્કઆઉટ છે એરોબિક ડાન્સની તાલીમ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે અને જોગિંગ અને સાઈકલિંગની જેમ એરોબિક પાવર વધે છે. ૩૦ મિનિટના ડાન્સ દ્વારા ૧૩૦થી ૨૫૦ કેલરી બર્ન કરે છે.