આજકાલ આપણી જીવનશૈલી એવા પ્રકારની થઇ ગઇ છે કે સ્નાયુ જકડાઇ જવા કેસતેમાં દુ:ખાવો થવા જેવી તકલીફો કોમન થઇ ગઇ છે. પહેલાંના સમયમાં શારીરિક હલનચલન વધુ હતું. આજે જકડન વધુ છે. લોકોની બેસવા-ઊઠવાની રીતમાં ઘણો ફેરફાર આવી ગયો છે. અગાઉના સમયમાં લોકોની હલનચલન શારીરિક શ્રમ થાય એવા પ્રકારની હતી. જ્યારે આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે ખાસ કરીને ઓફિસમાં કે ઘરે બેસી જ રહે છે. જેને કારણે સ્નાયુને લગતી સમસ્યાઓ થવા લાગે છે.
બકાસનથી શરીર અને મન વચ્ચે સંતુલન યોગ્ય રહે છે. ખભા, કોણી, કાંડા અને કિડનીના સ્નાયુઓને મજબૂત બનાવે છે. પગના પંજાના બળ બેસો એટલે કે એડી ઉપર ઉઠેલી હોવી જોઇએ. બન્ને હથેળીઓને પગની સામે જમીન પર ટકાવીને રાખો. હવે શરીરનો ભાર બન્ને ખભા રાખતા પગને જમીનથી ઉપર ઉઠાવી લો. આ અવસ્થામાં, વળેલા ઘુંટણોને કોણીની પાસે બહારની તરફ રાખો. એડીને કમર સાઇડ રાખો.
જ્યાં સુધી સંભવ હોય, ત્યાં સુધી આ સ્થિતિમાં શરીરને સ્થિર રાખો. તે પછી ધીમે-ધીમે સામાન્ય અવસ્થામાં આવી જાવ. તેને 3-5 વખત કરવું જોઇએ. તેમજ ગર્ભવતી મહિલાઓ, હાઇ બ્લડ પ્રેશર, હૃદયને લગતી બીમારીઓ અને ખભામાં દુખાવા થવા પર આ આસન ન કરવું જોઇએ.