● રાજકોટ કરણપરા વિસ્તારમાં 3 બાઇક સવારે ચલાવી લૂંટ, અંદાજે 20 કિલો ચાંદી 1.5 લાખ રોકડની ચલાવવામાં આવી લૂંટ, મહેશભાઈ વજાણી પાસેથી ચલાવવામાં આવી લૂંટ, જામનગરના સોની વેપારી પાસેથી ચલાવવામાં આવી લૂંટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
● અમેરિકામાં આજે ફલોરેન્સ વાવાઝોડું ત્રાટકશે, 220 કિ.મીની ઝડપે ફુંકાઇ શકે છે પવન, લાખો લોકોને ખસેડાયા સલામત સ્થળે
● પેટ્રોલ-ડીઝલનાં વધતાં ભાવ અંગે દિલ્હી હાઇકોર્ટમાં કરાઇ જનહિતની અરજી, આજે સુનાવણીની શકયતા
● કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોને લખ્યો પત્ર, રાજ્યસભા-વિધાન પરિષદ ચૂંટણીમાં ખતમ થશે નોટાનો ઉપયોગ
● જમ્મુ કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, 4.6ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપ
● આજથી ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત એવા તરણેતરનાં મેળાનો પ્રારંભ, ત્રણ દિવસ સુધી ચાલશે તરણેતરનો મેળો
● શહેરી નકસલવાદીઓ પર આજે કસાશે સકંજો, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, નજરબંધી કે ધરપકડ અંગે નિર્ણય
● વડોદરા : રાફેલ કૌભાંડ અંગે આજે કોંગ્રેસની રેલી, ભગતસિંહ ચોક ખાતેથી રેલીનું કરાયું આયોજન, રેલી સ્વરૂપે કલેક્ટરને આ અંગે અપાશે આવેદન, રાજીવ સાતવ, અમિત ચાવડા રેલીમાં રહેશે હાજર, વડોદરા કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરો હાજર રહેશે, સાંજે 4 વાગ્યે રેલીનું કરવામાં આવ્યું આયોજન
● હાર્દિક પટેલના ઉપવાસનો 19મો દિવસ, ખેડૂતોની દેવામાફી, આરક્ષણની હાર્દિકની માગણી, કથીરિયાને જેલમુક્ત કરવાની પણ કરાઈ માગણી, ઉપવાસ આંદોલન યથાવત્ રાખવા હાર્દિક મક્કમ
● અમદાવાદ : નરોડામાં વેપારીનો પરિવાર સાથે આપઘાત, પત્ની, માતા, 16 વર્ષની પુત્રી સાથે સામૂહિક આપઘાત, ગળેફાંસો ખાનારા વેપારી, પત્ની, પુત્રીનાં મોત, પત્ની, માતા અને પુત્રીને વેપારીએ પીવડાવ્યું ઝેર, ત્રણેયને ઝેર પીવડાવી વેપારીએ ગળેફાંસો ખાધો, ગળેફાંસો ખાતા પહેલાં વેપારીએ પણ પીધું ઝેર, વૃદ્ધાને ગંભીર હાલતમાં પોલીસે હોસ્પિટલ ખસેડ્યાં, પારિવારિક અથવા આર્થિક કારણોસર આપઘાતની આશંકા
● જામનગર : મોડી રાત્રે મુસ્લીમ યુવાનની હત્યા, શહેરના માંડવી ટાવર વિસ્તારમાં બની હત્યાની ઘટના, બે અજાણ્યા શખસો દ્વારા છરીના ઘા મારી હત્યા નિપજાવાય, પ્રાથમિક વિગત મુજબ પૈસાની લેતી દેતીમા ઘટના બની, હત્યા કરી બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા, પોલીસ દ્વારા આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરાઈ