● ગુજરાત વિધાનસભાનું 2 દિવસીય સત્ર પૂર્ણ, 6 વિધેયક થયા પસાર, આજે સચિવાલય રહેશે બંધ
● અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે કૉંગ્રેસનો ગૃહમાં હોબાળો, ધારાસભ્યોને ટીંગાટોળી કરી લઈ જવાયા બહાર
● જાહેર સાહસો સરકાર માટે બન્યાં ધોળા હાથી સમાન, સરકારને 18412.39 કરોડની ખોટ, કેગના રિપોર્ટમાં થયો ખુલાસો
● ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના પગારમાં 45 હજારનો વધારો, પગાર 70 હજારમાંથી 1 લાખ 16 હજાર થયો
● એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપી 8 વિકેટે માત, 3 વિકેટ ઝડપનારો કેદાર જાધવ મેન ઓફ ધી મેચ
● અયોધ્યામાં જલદી બનવું જોઈએ ભવ્ય રામ મંદિર, સંઘના કાર્યક્રમમાં ભાગવતનું નિવેદન , કહ્યું કાશ્મીરમાંથી હટે કલમ 370
● મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, ઈમરજન્સી લેન્ડિંગથી બચ્યો 185 મુસાફરોનો જીવ
● ગાંધીનગર : સરકાર દ્વારા વિશેષ બસોનું લોકાર્પણ, વોલ્વો બસો લગ્ન પ્રસંગે રાહત દરે ફળવાશે, લોકાર્પણ પ્રસંગે CM, DyCM સહિતના રહેશે હાજર, આરસી ફળદુ, ઈશ્વર પટેલ, જે.એન.સિંઘ હાજર રહેશે
● CM વિજય રૂપાણી કચ્છની મુલાકાત લેશે, વરસાદની અછતના પગલે દુષ્કાળ અંગેની સમીક્ષા કરશે
● પોરબંદર : રામદેવજી મહાપ્રભુનો પ્રાગ્ટય મહોત્સવ ઉજવાશે, મહોત્સવ અંતર્ગત CM રૂપાણી રહેશે હાજર, CMના હસ્તે 11 કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કરાશે, રાજ્યભરના દરીયા ખેડૂ કાર્યક્રમ અંતર્ગત રહેશે હાજર
● એમેઝોન દ્વારા મોર ચેનની ખરીદી કરવામાં આવી, 4200 કરોડમાં એમેઝોને ખરીદી મોર ચેન, આદિત્ય બિરલા જૂથની રિટેલ મોર ચેન ખરીદી, આદિત્ય બિરલા જૂથના દેશભરમાં 529 સ્ટોર છે
● ગાંધીનગરમાં : કોંગ્રેસની હિંસક રેલીનો મામલો, 1 હજાર કાર્યકરો સામે નોંધાયો ગુનો, સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો, આક્રોશ રેલીમાં એક પોલીસ કોન્સ્ટેબલને થઈ હતી ઈજા
● રાજ્યના વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ રાખવાથી મળશે મુક્તિ, ડ્રાઈવિંગ લાઈસન્સ, આર.સી બુક ડિજિટલ રૂપે રાખી શકાશે, ડિજિલોકર કોપીને મૂળ દસ્તાવેજની જેમ જ માન્યતા આપવાનો નિર્ણય
● વાપી : આદિવાસી યુવક આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમશે, 20 વર્ષીય નિરવ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમશે ફૂટબોલ, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફૂટબોલ મેચ માટે થઈ પસંદગી
● બનાસકાંઠા : ડીસા પાવર હાઉસ પાસે અજાણ્યા શખ્સોનો આતંક, અજાણ્યા શખ્સો તોડફોડ કરી રીક્ષા સળગાવી ફરાર, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ, ડીસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, ડીસા પાવર હાઉસ પાસે મોડી રાતની ઘટના
● અંબાજી : ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દીવસ, બીજા દિવસે પણ યાત્રિકોનો અવિરત ધસારો, ગઈકાલે 2.50 લાખથી વધુ યાત્રિકોએ કર્યા હતા દર્શન, માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું, મેળામાં અનિચ્છનીય બનાવ ટાળવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
● BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવશે અમદાવાદ, પ્રદેશ કારોબારીની બેઠકમાં આપશે હાજરી , 21 અને 22 સપ્ટેમ્બરે કમલમ ખાતે યોજાશે કારોબારી બેઠક, 22 સપ્ટેમ્બરે અમિત શાહના પુત્ર જય શાહનો જન્મ દિવસ, શાહ પરિવારમાં ફેમિલી ફંકશનનું પણ આયોજન