● ગાંધીધામ : સામખીયાળીમાં સભા દરમિયાન પથ્થરમારો થતાં મામલો તંગ બન્યો, બે જુથ સામ સામે આવી જતાં થોડો સમય અફડાતફડી, એક પોલીસ જવાનોને માથામાં ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, હાલમાં એસ. પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે, હાલમાં સ્થિતિ કાબુમાં, છ જેટલા લોકોને રાઉન્ડઅપ કરાયા
● જામનગર : રહેણાંક મકાનમાં લાખોની મતાની ચોરી, ન્યુ જેલ રોડ પાસે પ્રેમચંદ કોલોની વિસ્તારની ઘટના, રોકડ દાગીના સહિત રુ.3.56 લાખની માલમતાની ચોરી, રાત્રીના સમયે અજાણ્યા શખ્સો મકાનમાંથી ચોરી કરી ફરાર, પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
● સુરત : સુરત દિલ્હી મેટ્રો રેલ પ્રોજેકટમાં રોકાણના નામે ઠગાઈનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી થી એક યુવાનને ઝડપી પાડ્યો, અડાજણ ના યુવાન પાસે રોકાણ ના નામે પૈસા પડાવ્યા હતા, રૂ 3.95 કરોડની માલબત રકમ પડાવી લીધી હતી, પોલીસે આરોપી નિકુંજ પાસે થી મોબાઈલ, જુદા જુદા ડેટા ડાયરી કબ્જે કરી
● અમદાવાદ : કરાઇ કેનાલમાં વધુ ૫ લોકો ડૂબ્યા, ગાંધીનગર ફાયરબ્રીગેડે ચાર લોકોને બહાર કાઢ્યા, ગણેશ વિસર્જન કરવા ગયા હતા આ પાંચ લોકો, તમામ લોકો અમદાવાદના ઘાટલોડિયા, સોલા અને ચાંદખેડાના રહેવાસી, મૃતકના નામ પલક પટેલ 28 ઘાટલોડિયા,વિરાજ સોલંકી 17 સોલા, દિલીપ યાદવ 40 ચાંદખેડા,ગોવિંદ 40 ચાંદખેડા
● અંબાજી : ભાદરવી પૂનમનાં મેળાનો આજે ચોથો દિવસ, ત્રણ દીવસમાં 11 લાખ થી વધુ યાત્રિકોએ માતાજીનાં દર્શનનો લાભ લીધો, સાત દીવસનાં મેળા દરમિયાન બે હજારથી વધુ સંઘો પદયાત્રા કરે છે માતાજીનાં ધામમાં
● રાજકોટમાં આંઠ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા, બે દિવસ પહેલા રૈયા વિસ્તારથી કરાયું હતું અપહરણ, રૈયા પાસે ઝુપડામાં રહેલા શ્રમિકનો પુત્ર
● અમદાવાદવધુ એક ક્લબ વિવાદમાં, કર્ણાવતી ક્લબમાં વધુ એક મહિલાની છેડતી કરાઈ, રાજપથ ક્લબ બાદ કર્ણાવતી ક્લબ વિવાદમાં
● નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો, ઉપરવાસમાંથી પાણીની આવક 12246 ક્યુસેક અને જાવક 14954 ક્યુસેક, હાલ ની ડેમની સપાટી 125.82 મીટર પર પહોંચી, 24 કલાકમાં 9 સેમીનો ઘટાડો નોંધાયો, 2192.39 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો, CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા
● બનાસકાંઠા : નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, સુઈગામની બેણપ માઈનોર કેનાલમાં 15 ફૂટ જેટલું પડ્યું ગાબડું, ગાબડું પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા, વાંરવાર ગાબડાં પડવા છતાં તંત્ર નિંદ્રાધીન