● મસ્જિદમાં નમાઝ પઢવી તે ઈસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તેના પર આજે નિર્ણય અયોધ્યાના મુદ્દા સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
● કચ્છના 10 સહિત રાજ્યના 16 તાલુકા અછતગ્રસ્ત જાહેર, પહેલી ઓક્ટોબરથી જરૂરિયાત મુજબ ઘાસચારો અને પીવાના પાણીની કરાશે વ્યવસ્થા
● દોઢ માસમાં આંતરિક મતભેદ દૂર કરવા ગુજરાત કોંગ્રેસને રાહુલનું અલ્ટીમેટમ, તો ઝોન પ્રમાણે ફરીથી બનાવાશે 4 કાર્યકારી પ્રમુખ
● ટીવી, એસી, ફ્રિઝ, વોશિંગ મશીન અને ફૂટવેર સહિત 19 ચીજવસ્તુઓ આજથી મોંઘી, કેન્દ્ર સરકારે વધારી કસ્ટમ ડ્યૂટી
● સાણંદમાં પ્રેમલગ્ન કરનાર બહેન બનેવીની ભાઈએ કરી હત્યા, ફરાર આરોપીને શોધવા પોલીસની શોધખોળ
● રાજકોટના ઈતિહાસમાં આઈટીનું સૌથી મોટુ સર્ચ ઓપરેશન, 5 બિલ્ડર્સને ત્યાં તવાઈ, રૂપિયા 10 કરોડની રોકડ જપ્ત, હજુ વધશે કાળાનાણાંનો આંક
● બિટકોઇન કાંડના આરોપી નલીન કોટડિયા અને અનંત પટેલની જામીન અરજી પર આજે ચુકાદો, હાલ કસ્ટડીમાં છે આરોપીઓ
● સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધુમ્મસ, ધુમ્મસને કારણે હાઈવે પર વાહનચાલકો પરેશાન, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ધુમ્મસની ચાદર
● ફાઈનલમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવી બનાવી ફાઈનલમાં જગ્યા, બાંગ્લાદેશે 37 રનથી પાકિસ્તાનને આપી માત, શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર
● અયોધ્યા રામમંદિર વિવાદ મામલો, આજે સુપ્રીમ કોર્ટ સંભળાવશે ચુકાદો, કેસ બંધારણીય બેચ પાસે મોકલવા પર નિર્ણય, 7 જજની બંધારણીય બેંચ પાસે કેસ મોકલવા માગ, સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત કર્યો છે
● આજથી રાજ્યની પ્રાથમિક શાળામાં આકસ્મિક તપાસ, 27થી 29 તારીખ સુધી તપાસ કરવાના આદેશ, શિક્ષણ વિભાગ દ્વારા અધિકારીઓને શાળાનું નામ આપ્યું, બંધ કવરમાં શાળાનું નામ લખીને આપી દેવાયું, 3 ઓકટોબરના રોજ નિયામકને રિપોર્ટ આપવાનો આદેશ