● PM મોદીને આજે અપાશે ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડ, UNના મહાસચિવ ગુતારેસ દ્વારા સન્માન કરાશે, સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર અપાશે, ફ્રાન્સના રાષ્ટ્રપતિને પણ સન્માનિત કરવામાં આવશે, અનુકરણીય નેતૃત્વ, જળવાયુ પરિવર્તન માટે એવોર્ડ
● કેન્દ્રના સ્વચ્છ ગ્રામિણ સર્વેક્ષણમાં ગુજરાત બીજા નંબરે, પાટણ જિલ્લો દેશભરમાં ચોથા ક્રમે, તો ટોપ-50 જિલ્લામાં ગુજરાતનાં 14 જિલ્લા
● જસાધાર એનિમલ કેર સેન્ટરમાં વધુ 2 સિંહનાં મોત, કુલ મૃત્યુઆંક પહોંચ્યો 23 પર, હજુ 25થી વધુ સિંહો છે સારવાર હેઠળ
● કચ્છનાં ગાગોદરમાં 39 મોરનાં મોતનાં વિરોધમાં આજે હાઈવે પટ્ટીના 14 ગામ બંધ, વનવિભાગ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ
● આજે કેબિનેટની બેઠકમાં થશે સિંહનાં મોત, સ્વાઈન ફ્લૂ સહિતના મુદ્દે ચર્ચા, તો મહેસૂલ મંત્રીનાં અધ્યક્ષસ્થાને અછત રાહત સમિતિની બેઠક
● અમદાવાદના નારોલમાં 15 ફૂટ ઉંચી દીવાલ ધરાશાયી થતાં એક બાળકનું મોત, દટાયેલા 4 બાળકો ઈજાગ્રસ્ત
● બિટકોઈન બાદ વડોદરામાં સામે આવ્યું PAY-WAY કોઈન કૌભાંડ, 86 રોકાણકારોના દોઢ કરોડ ફસાયા, સૂત્રધારો ઓફિસને તાળું મારી ફરાર
● જૂનાગઢ : જાલોરાપામાં 2 જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, અથડામણમાં આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું, ફાયરિંગમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, 1 ગંભીર, રિવોલ્વર, તમંચા, તલવાર, ધારિયા સાથે અથડામણ, હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, પોલીસ દ્વારા 25 શખ્સની અટકાયત હાથ ધરાઈ
● હવે અપરાધીઓ સામે નોંધાશે ઓનલાઈન ફરિયાદ, 7 પ્રકારના ગુના માટે ઓનલાઈન FIR કરાશે, કેન્દ્ર સરકાર નાગરિક કેન્દ્રિત પોર્ટલ શરૂ કરશે, ઘરઘાટી, ડ્રાઈવર, ભાડુઆતની જાણકારી પણ મળશે, દરેક રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટૂંક સમયમાં સેવા શરૂ થશે, ઈ-મેઈલ દ્વારા FIR બાદની જાણકારી અપાશે
● મુંબઈના વિલેપાર્લેમાં સર્જાઈ દુર્ઘટના, પૂજા દરમિયાન 14 લોકો પડ્યા કૂવામાં, કૂવામાં પડતાં 3 વ્યક્તિનાં મોત, 5 ઈજાગ્રસ્ત, મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
● પાટણ : જીલિયાથી લાપતા 3 વિદ્યાર્થીના મળ્યા મૃતદેહ, નદીમાં નહાવા ગયેલા 3 વિદ્યાર્થીનાં ડૂબી જતાં મોત, મોડીરાત્રે તરવૈયા દ્વારા બહાર કઢાયા ત્રણેય મૃતદેહ, ગાંધી આશ્રમમાં ભણતા વિદ્યાર્થીઓ ગયા હતા નહાવા, પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી