● નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો, ઉપરવાસ માંથી 15862 ક્યુસેક પાણીની આવક અને જાવક 15394 ક્યુસેક, હાલની ડેમની સપાટી 127.57 મીટરે પહોંચી, 24 કલાકમાં 11 સેમીનો વધારો નોંધાયો, ડેમ માં 3112.80 MCM લાઈવ પાણીનો જથ્થો
● અમદાવાદ : પરપ્રાંતિયો ઉપર હુમલાની ઘટનાઓ પોલીસ રોકી નહીં શકતા પરપ્રાંતિયોની હિજરત, છેલ્લા 7 દિવસમાં રાજ્યભરમાં પરપ્રાંતિયો પર હુમલાની 50 ઘટના, પરપ્રાંતિયો સામે સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ વહેતી કરવામાં આવતા ભયનો માહોલ, કાલુપુર રેલ્વે સ્ટેસન અને એસ.ટી પર પોલીસનો ચાંપતો બદોબસ્ત
● ગાંધીધામ : ભચાઉમાં જૈન મહાસતી ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે ભચાઉ બંધનું એલાન, સ્થાનકવાસી 6 કોટી જૈન સંઘના મહાસતી સાધ્વીજી વહોરી પરત જતા હતા ત્યારે બનેલો બનાવ, બાઇક સવાર ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથીયારથી કર્યો હતો હુમલો
● સમાજના આગેવાનોએ આજે આપ્યું છે ભચાઉ બંધનુ એલાન
● અરવલ્લી : ઢૂઢરમાં બાળકી પર દુષ્કર્મનો મામલો, ધનસુરા ગામ સજ્જડ બંધ, ઠાકોર સેના દ્વારા અપાયું છે બંધનું એલાન, તમામ વેપારીઓ ધંધા-રોજગાર બંધ પાડી આપ્યું સમર્થન, બાળકીને ન્યાય અને આરોપીને ફાંસીની સજાની માંગ
● અમરેલી: ચિતલના જસવંતગઢ ગામે થયેલ મારામારી કેસમાં મોબાઈલ લૂંટના આરોપીને અમરેલી એસઓજીએ ઝડપી લીધા
● સાબરકાંઠા: હિંમતનગરના સુરપુરના યુવકે પરપ્રાંતીયો મુદ્દે ઉશ્કેરણીજનક પોસ્ટ ફેસબુક પર અપલોડ કરતા પોલીસે નોંધી ફરિયાદ
● સુરત: અડાજણના સુમન છાયા ટેનામેન્ટમાં દિયરે કરી ભાભીની હત્યા, હત્યા પાછળનુ કારણ અકબંધ, હત્યા કરી આરોપી ફરાર
● અમદાવાદ: આજે અને 12 ઓકટોબરે રાજયના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે માછીમારોને 8 થી 12 ઓકટોબર દરમિયાન દરિયો ન ખેડવાની હવામાન વિભાગની ચેતવણી