● જામનગર : ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો સર્જાયો ગંભીર અકસ્માત, દિગ્જામ મીલ પાસે મોડી રાત્રે નશાની હાલતમાં ધૂત ડિફેન્સ કર્મચારીએ સર્જ્યો અકસ્માત, નવી નકોર ગાડીને દિવાલ સાથે ભટકાવી મારી પલટી, છતાં ચાલકનો આબાદ બચાવ, સદનસીબે મોડી રાત્રિનો સમય હોય જેથી કોઇ જાનહાની થવા ન પામી
● રાજકોટ: સાપરમાં નેશનલ હાઇવે પર ઘાસ ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ, CNG પંપ પાસે બની આગની ઘટના, સદનસીબે મોટી દુર્ઘટના તળી, આગમાં ટ્રક બળીને થયો ખાખ, ડ્રાઈવરનો થયો આબાદ બચાવ, ફાયરબ્રિગેડ ની ટિમ દ્વારા આગને કાબુમાં લેવાઈ
● પંચમહાલ : હાલોલ જીઆઇડીસી માંથી રાશનિંગના કેરોસીનને કેમિકલ ભેળવી સફેદ કરવાનું કૌભાંડ ઝડપાયું, 200 લીટર ભૂરા કેરોસીન ની સાથે 180 બેરલ કેમિકલ ના બેરલ ભરેલા મળી આવ્યા, 118 જેટલા ખાલી બેરલો, ભઠ્ઠા ચલાવવા ની ગેસની સગડીઓ અને 4 બોટલો પણ મળી આવી
● સુરત : સ્મીમેર હોસ્પિટલમાં રેગીંગનો મામલો, 5 રેસિડેન્ટ તબીબને સસ્પેન્ડ કરાયા, ઓર્થોપેડીક વિભાગ ના ડો.મિતેશ, ડો.અંકિત, ડો.શાલીન સામે રેગીંગની ફરિયાદ કરાઈ હતી, ડો.રાજ બે ટર્મ, ડો.અંકિત એક ટર્મ માટે સસ્પેન્ડ, જ્યારે ત્રણને એક મહિના માટે
● અમદાવાદ : સરકારી મિલકતોનાં ખોટા દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ આવ્યું સામે, સરદારનગરનો એક શખ્સ બનાવતો હતો ખોટા દસ્તાવેજ, ક્રાઈમ બ્રાન્ચે સુભાસબ્રીજ સર્કલ પાસેથી કેવલ નૈલાણી ની કરી અટકાયત, ઝડપાયેલા શખ્સ પાસેથી પ્રોપર્ટી કાર્ડ, બનાવટી સનદ,દસ્તાવેજો એન રુલ કાર્ડ પણ મળ્યા
● બનાસકાંઠા : સ્વાઈનફલૂથી વધુ એક યુવકનું મોત, ડીસાના રાણપુર ગામના યુવકનું સ્વાઇનફલૂના કારણે અમદાવાદમાં સારવાર દરમિયાન મોત, બનાસકાંઠામાં અત્યાર સુધી સ્વાઇનફલૂના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા
● અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી પર હુમલો, ગોમતીપુર પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મી સાથે મારામારી કરી આપવામાં આવી ધમકી , આરોપી બાબુ સોલકીએ પોલીસ કર્મીને આપી મારી નાખવાની ધમકી , પારિવારિક તકરારમાં પોલીસને કોલ મળતા પોલીસ પોહચી હતી બાબુ સોલંકીનાં ઘરે