હૈદરાબાદના રહેવાસી અને 7મા ધોરણમાં અભ્યાસ કરતો 11 વર્ષનો મોહમદ હસન અલી બીટેક અને એમટેક વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ અને ડ્રાફ્ટિંગનું ભણાવી રહ્યો છે. હસન પોતાના વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેતો નથી અને 2020 સુધી એક હજાર એન્જિનિયરોને ભણાવવા માગે છે.
હસને કહે છે કે હું છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને નિશુક્લ કોચિંગ આપી રહ્યો છું. મારે માટે ઇન્ટરનેટ શીખવાનું માધ્યમ છે. હું ફી લેતો નથી કારણ કે હું મારા દેશ માટે કંઈક કરવા માગુ છું. હું સવારમાં શાળાએ જઉં છું અને ૩ વાગ્યે ઘેર આવીને રમવા જઉં છું અને ત્યાર બાદ સાંજના 6 વાગ્યે કોચિંગ આપું છું.
હસને કહ્યું કે મને યૂ ટયૂબ પરના એક વીડિયો પરથી ખબર પડી કે ભારતીય વિદ્યાર્થીઓ ભણતર પૂરું કરીને વિદેશમાં નાની-મોટી નોકરીઓ કરતાં હોય છે. ત્યારે મને વિચાર આવ્યો કે આપણા એન્જિનિયરના વિદ્યાર્થીઓ ઘણા પાછળ રહી જતાં હોય છે અને આ વાતને મને વિદ્યાર્થીઓના કોચિંગની પ્રેરણા આપી. મારી પસંદગીનો વિષય ડિઝાઇનિંગ હતો અને તેની પર મેં કામ શરૂ કરી દીધું હતું.હસન પાસેથી શીખનાર સુષમા કહે છે કે હું સિવિલ સોફ્ટવેર શીખવા માટે છેલ્લા દોઢ મહિનાથી અહીં આવું છું. હસન અમારાથી નાનો છે પરંતુ તે સારું ભણાવે છે. હસન જ્ઞા।નનો ભંડાર છે તે સારી રીતે શિખવાડે છે.