● સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડની હડતાળનો આજે બીજો દિવસ, વધુ કેટલાક માર્કેટિંગ યાર્ડ આજે હડતાળમાં જોડાશે, કૃષિમંત્રીએ બંધની વાતને ફગાવી
● યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં, સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત, વિજય રુપાણી પણ રહેશે હાજર
● ગુજરાત હાઇકોર્ટના વકીલોની આજે હડતાળ, હાઇકોર્ટના જજ અકીલ કુરેશીની બદલીનો કરી રહ્યા છે વિરોધ
● ભાજપે 26 જિલ્લામાં પ્રભારી અને ઇન્ચાર્જની કરી જાહેરાત, લોકસભાની ચૂંટણી માટે પાર્ટીએ કર્યું આગોતરુ આયોજન
● કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીની શરુ કરી તૈયારી, ચૂંટણી ઢંઢેરામાં શું હોઇ શકે તે અંગે પ્રદેશ પ્રમુખ લોકો સાથે કરશે સંવાદ
● કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે અમદાવાદમાં, અલગ અલગ કાર્યક્રમમાં આપશે હાજરી
● મોરબીની નાની સિંચાઈ યોજના કૌભાંડ કેસમાં આગોતરા જામીન ફગાવતી કોર્ટ, તો પરષોત્તમ સાબરિયાની અરજી પર આજે સુનાવણી
● મહેસાણા : બહુચરાજીને અછતગ્રસ્ત જાહેર કરવા માગ, કોંગ્રેસ ધારાસભ્યએ ઉગ્ર કાર્યક્રમ યોજવા આપી ચીમકી, સત્વરે અછતગ્રસ્ત જાહેર ન કરાતા ઉગ્ર કાર્યક્રમ અપાઈ
● સુપ્રીમ કોર્ટમાં આજે 4 નવા જજ પદ સંભાળશે, 4 નવા જજ પોતાનું પદ ગ્રહણ કરશે, 48 કલાકમાં રાષ્ટ્રપતિ દ્વારા અપાઈ મંજૂરી, રાષ્ટ્રપતિ દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવશે