● સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ આજથી ફરી કાર્યરત્ થશે, આજે લાભપાંચમથી માર્કેટયાર્ડ ફરી ધમધમશે, માર્કેટ યાર્ડ મોટા પ્રમાણમાં હરાજી સાથે ધમધમશે, સરકાર સાથે બેઠકની ખાતરીને લઈ હડતાળ સમેટાઈ, વેપારીઓએ મંત્રી જયેશ રાદડિયા સાથે કરી બેઠક
● સૌરાષ્ટ્ર APMCના વેપારી એસો.-સરકાર વચ્ચે બેઠક, ભાવાંતર યોજના મામલે બેઠક કરી, 8 દિવસમાં મળશે મહત્ત્વની બેઠક
● જસદણ પેટાચૂંટણીની તારીખનું આજે થઈ શકે એલાન, 7 ડિસેમ્બરે યોજાઈ શકે છે જસદણની પેટાચૂંટણી, ઈલેક્શન કમિશનની જાહેરાત પર સૌની મીટ, 11 ડિસેમ્બરે હાથ ધરાઈ શકે છે મતગણતરી, કુંવરજી બાવળિયાની રાજીનામા બાદ ખાલી પડી છે બેઠક
● CBI નિર્દેશકની અરજી પર આજે SCમાં સુનાવણી, આલોક વર્મા દ્વારા સુપ્રીમમાં કરવામાં આવી હતી અરજી, CVC આલોક વર્મા સામેની તપાસનો રિપોર્ટ સોંપશે, સુપ્રીમ કોર્ટને CVC દ્વારા આજે રિપોર્ટ સોંપાશે
● સીએમ રૂપાણી પહોંચ્યા અંબાજી મંદિર, મંગળા આરતીનો લીધો લાભ, સીએમ તેમના પત્ની સાથે કરશે માતાજીની વિશેષ પૂજા અર્ચના
● સુરત : રાંદેરમાં એકસાથે 9 ઘરમાં ચોરી, પોલીસ પેટ્રોલિંગ પર ઊઠ્યા સવાલ, રાત્રી દરમિયાન બંધ ઘરને નિશાન બનાવાયાં, રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી
● સુરત : સચિનમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું, રૂ.10ની આપવાની લાલચે બોલાવી હતી બાળકીને, બાળકીને ઘર પાસેની ઝાડી માં લઈ ગયો હતો, સ્થાનિકો દ્વારા નરાધમને ઝડપી લેવામાં આવ્યો, બાળકીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા
● ઈશા અંબાણીનાં લગ્ન માટે જાજરમાન કંકોત્રી, રૂ.3 લાખમાં તૈયાર કરવામાં આવી ઈશાનાં લગ્નની કંકોત્રી, ઈતિહાસની સૌથી મોંઘી અને મોટી કંકોત્રી બનાવાઈ, ગુલાબી રંગના બોક્સમાં સોનાથી કરાયું ભરતકામ, કંકોત્રીમાં પ્રસંગને અનુરૂપ 4 નાનાં બોક્સ રખાયાં, કંકોત્રીમાં મા ગાયત્રી, ગણેશના ફોટો સાથે મોતીની માળા, કંકોત્રીમાં 4 ગોલ્ડ પ્લેટેડ ચેઈન પણ મુકાઈ, સૌપ્રથમ કંકોત્રી દ્વારકાધીશનાં ચરણોમાં ધરાઈ
● પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી ઘટાડો, પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર 17 પૈસાનો ઘટાડો., ડીઝલના ભાવમાં પ્રતિલિટર 15 પૈસાનો ઘટાડો
● રાજકોટ : દિવાળીની રજાના 5 દિવસ દરમિયાન ઇશ્વરીયા પાર્કની 11511 લોકોએ લીધી મુલાકાત, તંત્રને એન્ટ્રી ટિકિટ અને પાર્કિંગની રૂ.2.74 લાખની થઇ આવક
● કેલિફોર્નિયામાં ઇતિહાસની ભીષણ આગ, આગના કારણે 23થી વધુ લોકોના મોત, ઘટનાને પગલે 3 લાખનું સ્થળાંતર કરવામાં આવ્યું , આગમાં ઘર, રેસ્ટોરાં અને કાર બળીને ખાખ , પવનના કારણે આગ 1 લાખ 70 હજાર એકરમાં ફેલાઇ