ખાસ કરીને ઘરમાં જ્યારે પણ ભજીયા કે પુરી તળવામાં આવે તે બાદ કઢાઇમાં તેલ બચી જાય છે. જે ઘણા લોકો ફરીથી ઉપયોગમાં લેતા હોય છે. કેટલાક લોકો તેમા શાક બનાવી દે છે તો કેટલાક લોકો ફરીથી તેનો ઉપયોગ કરવા માટે ડબ્બામાં ભરીને રાખી લેતા હોય છે. પરંતુ તે લોકો કદાચ આ વાતથી અજાણ છે કે આ તેલનો ફરીથી ઉપયોગ કરવાથી તેમના સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચી શકે છે.
એક વખત ઉપયોગ કરવામાં આવેલા તેલને ફરીથી ઉપયોગ કરવાથી કેન્સરનો ખતરો રહે છે. કારણકે વારંવાર તેવને ગરમ કરવાથી તેમાથી ધીમે-ધીમે ફ્રી રેડિકલ્સનું નિર્માણ થવા લાગે છે. જેના કારણે આ તેલમાં એન્ટી ઓક્સીડેન્ટનું પ્રમાણ સમાપ્ત થવા લાગે છે અને કેન્સરના જીવાણું જન્મ લઇ લે છે. એવામાં તેને ખાવામાં ઉપયોગ કરવાથી જે આપણા શરીરમાં ખાવાની ખાવાનાની સાથે-સાથે જીવાણુંઓ પણ ચોંટી આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને તે આપણને નુકસાન પહોંચાડી શકે છે.
તે સિવાય એક વખત ઉપયોગમાં લેવામાં આવેલા તેલથી બનાવવામાં આવેલા ખાવાનાથી આપણા શરીરમાં ઘણી બીમારીઓ થવા લાગે છે. તેના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે એટલું જ નહીં લોકોને એસીડિટી અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.