નખમાં ફૂગ ઇન્ફેક્શનનો મતલબ છે કે તમારા નખ ખરાબ થવાના શરૂ થઇ ગયા છે. હાથ-પગના નખ પર ફૂગ થવી સામાન્ય વાત છે. પરંતુ તે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. જો સમય રહેતા તેનો ઇલાજ કરવામાં ન આવ્યો તો તે અન્ય નખ સુધી પણ ફેલાય શકે છે. ચાલો આજે અમે તમને તેના કારણ અને કેટલીક ટિપ્સ જણાવીએ જેનાથી તમે આ સમસ્યાથી બચી શકો છો.
શુ હોય છે નખની ફૂગની સમસ્યા?
આ ઇન્ફેક્શન ગંદકી, પ્રદુષણ, સ્વચ્છતાન રાખવા પર, સિન્થેન્ટિક મોજા અને પગમાં વધારે સમય સુધી પરસેવો થવાના કારણથી થાય છે. તે સિવાય રોગ પ્રતિકારક શક્તિ કમજોર થવાના કારણે પણ નખમાં ફૂગ થવાની સમસ્યા થઇ શકે છે.
નખમાં ફૂગ ઇન્ફેક્શનના લક્ષણ
– નખ પીળા પડી જવા
– નખની આસપાસ ચીરા પડવા
– નખમાંથી સફેદ પદાર્થનું નીકળવું
– નખમાં તિરાડ પડવી
– નખની આસપાસનો ભાગ લાલ થવો
– નખમાં પરૂ થઇ જવું
– અતિશય દુખાવો થવો
નખની ફૂગના ઘરેલું ઇલાજ
એપ્પલ સાઇડર વિનેગર
તમારા હાથ પગને નવશેકા ગરમ પાણી અને વિનેગરમાં ડૂબાડી રાખો અને થોડીક વાર બાદ સાદા પાણીથી સાફ કરી લો. તેનાથી નખમાં થતી ફૂગની સમસ્યાથી રાહત મળી શકે છે.
લસણ
એન્ટી ફંગલ ગુણ થવાના કારણે તેનાથી ફૂગ ઇન્ફેક્શન ખતમ પણ થઇ જાય છે અને બેક્ટેરિયા ફરીથી થવા લાગે છે. તેના માટે લસણની કળીઓને મશળીને તેમા સફેદ વિનેગર મિક્સ કરો અને નખને તેમાં 10-20 માટે ડૂબાડીને રાખો. રોજ આ ઉપાય કરવાથી ફૂગની સમસ્યા ગાયબ થાય છે.
લીંબુનો રસ
લીંબુમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે ચેપ વધવાથી રોકે છે. લીંબુના રસને દિવસમાં બે વખત નખ પર લગાવો અને સૂકાઇ જાય તે બાદ તેને સાદા પાણીથી સાફ કરી લો. તમે ઇચ્છો તો લીંબુના પાણીમાં હાથ-પગ રાખવાથી ઇન્ફેક્શન દૂર કરી શકો છો.
ટી ટ્રી ઓઇલ
ટી ટ્રી ઓઇલ નખના સંક્રમણને સારા કરવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. થોડૂંક ટી ટ્રી ઓઇલ અને જૈતુન તેલ મિક્સ કરીને રૂની મદદથી નખ પર લગાવો અને સૂકાવા માટે રાખી મૂકો આવું દિવસમાં ઓછામાં ઓછું 2 વખત કરવું જોઇએ.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
– લાંબા નખમાં આ સમસ્યા સામાન્ય છે જેથી નખને કટ કરીને હંમેશા સાફ રાખો. આમ કરવાથી ન બેક્ટેરિયા પેદા થશે અને ન તેમા ગંદકી એકઠી થશે.
– ભીના નખ ફૂગનું ઘર બની જાય છે એવામાં હાથ-પગ ધોયા બાદ તેને બરાબર સૂકવી લો. જેથી ભેજ ન રહે.
– બંધ બૂટની જગ્યાએ ઓપન ચંપલ પહેરો જેખી પગમાં હવા લાગી શકે.
– શિયાળામાં નખની ફૂગથી બચવા માટે ટાઇટ જૂતા ન પહરેવા જોઇએ.