● આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે, 122 યાર્ડ ખરીદકેન્દ્રો પરથી કરવામાં આવશે ખરીદી, 1000ના ભાવે ખેડૂત દીઠ 2500 કિલો મગફળી ખરીદાશે, ગત વર્ષે ખરીદાઈ હતી 8 લાખ મેટ્રિક ટન મગફળી, મગફળીમાં કૌભાંડ થતાં સરકારે આકરા નિયમ લાગુ કર્યા, મગફળીના ગોડાઉનમાં ફૂલપ્રૂફ વ્યવસ્થા હશે, ચોકીદાર અને CCTV કેમેરા રાખવામાં આવશે, રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ પણ કરાશે, કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિકારીઓને જવાબદારી
● અમદાવાદ : એકતાયાત્રાના બીજા તબક્કાનો થશે પ્રારંભ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરાવશે પ્રારંભ, સવારે 9:30 કલાકે એકતાયાત્રાને પ્રસ્થાન કરાવશે, અમદાવાદના અસલાલીથી કરાવશે પ્રસ્થાન
● અછતગ્રસ્ત તાલુકાઓની સ્થિતિ અંગે રાજ્ય સરકારની મળી બેઠક, મહેસૂલ પ્રધાને કહ્યું- અછતગ્રસ્ત વિસ્તારોમાં સહાય ચાલુ, કલેક્ટર્સને અપાઈ છે સૂચના
● 250 કરોડના કૌભાંડી વિનય શાહ અને તેના આરોપોની તપાસ CID ક્રાઈમને સોંપાઈ, વિનય શાહની ઓફિસ સીલ, ગૃહપ્રધાને કહ્યું- છેતરપિંડી કરનારાઓને છોડવામાં નહીં આવે
● કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરનારા જમીન વિકાસ નિગમને જ લાગ્યા તાળા, રાજ્ય સરકારની સૈધ્ધાંતિક મંજૂરી, જળસિંચાઈની કામગીરીમાં ભ્રષ્ટાચારના પગલે નિર્ણય
● સુરત બીટકોઇન મામલે CID ક્રાઇમે અંતે દિવ્યેશ દરજી સામે રજૂ કરી ચાર્જશીટ, 3 હજાર 111 પાનાની ચાર્જશીટમાં 88 સાક્ષીના છે નિવેદન
● જૂનાગઢ કોર્પોરેશનમાં ગેરરિતી આચરવાના આરોપસર તત્કાલિન કમિશનર વી.જે. રાજપૂત સસ્પેન્ડ, સીએમ રૂપાણીનો કડક નિર્ણય
● અમદાવાદ : આજે ભાજપ સ્નેહમિલનનો કાર્યક્રમ, રિવરફ્રન્ટ ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે કાર્યક્રમ, સ્નેહમિલનના કાર્યક્રમમાં CM રૂપાણી રહેશે હાજર
● મોરબી : સ્વામી નારાયણ ગુરુકુળની સામેથી યુવકની હત્યા કરેલી લાશ મળી, માથામાં બોથડ પદાર્થ ઝીંકીને કરવામાં આવી યુવાનની હત્યા, મૃતક યુવાનનું ભાવેશ મંગાભાઇ રાવા (ઉ.૨૭)ની કરવામાં આવી હત્યા, મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી
● નોટબંધી પછી ઈન્કમટેક્ષ ન ભરનારા પર બાજનજર, 80,000 લોકોની કરવામાં આવી ઓળખ, ચાલુ વર્ષે જમા નથી કરાવ્યો ટેક્સ, IT વિભાગ દ્વારા કરવામાં આવશે કાર્યવાહી