● છત્તીસગઢ: 72 સીટો પર મતદાન શરૂ, 9 મંત્રી અને કોંગ્રેસમાંથી સીએમ પદના 3 ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર
● CBI વિવાદમાં ગુજરાતના સાંસદ હરિભાઈ ચૌધરી પણ ફસાયા, 2 કરોડની લાંચ લેવાનો આરોપ
● અમદાવાદ : રખિયાલ મહાગુજરાત બેકરી પાસેથી નવજાત બાળકી મળી આવી, વહેલી સવારે કોઈ વ્યક્તિ ડોલમાં એક દિવસની બાળકીને મૂકી ગયું, બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ, રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
● અમદાવાદ :ગીતા મંદિર નજીક આવેલા હબ ટાઉન મોબાઈલ માર્કેટમાં CID ક્રાઇમે પાડ્યા દરોડા, 40 લાખની એપલ કંપનીની ડુપ્લીકેટ એસરિઝ કરાઈ જપ્ત, એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનો જથ્થો 7 દુકાનો અને 2 ગોડાઉન માંથી ઝડપાયો
● અમદાવાદ : બાપુનગર વૈશાલી ફ્લેટમાં ગેરકાયદેસર ચાલતા શેરસટ્ટાના કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ, આરોપીઓ સેબીના લાઇસન્સ વગરજ શેરબજારના સોદા કરતા હતા, ત્રણ આરોપીઓની કરી ધરપકડ,મુખ્ય સૂત્રધાર ફરાર, 2 લેપટોપ ,11 મોબાઇલ તેમજ સોદા લખેલી સ્લીપો કબ્જે
● ગાંધીનગર :એસઓજીએ રૂપિયા પડાવતી ગેંગને ઝડપી, વિદેશમાં નોકરીની લાલચ આપી બોગસ વિઝાના આધારે રૂપિયા પડાવતી હતી ગેંગ, આણંદ થી ચાલતા રેકેટનો ગાંધીનગર એસઓજીએ કર્યો પર્દાફાશ, કલોલ અને ગાંધીનગરના એજન્ટો સહિત 3 આરોપીઓની કરી ધરપકડ
● દ્વારકા : યાત્રાધામ દ્વારકા જગત મંદિર માં તુલસી વિવાહ., ભગવાન નો વરઘોડો જગત મંદિર બહાર નીકળ્યો., બેડ બાજા સુરાવલી અને વિશાળ સંખ્યામાં ભાવિકો સાથે વરઘોડો નીકળ્યો., વરઘોડો પરત ફર્યા બાદ જગત મંદિર ના થશે તુલસી વિવાહ નો અનેરો પ્રશંગ., પોલીસે જગત મંદિર બહાર ગાર્ડ ઓફ ઓનર આપ્યું.