● ભાવનગર : લૂંટ વિથ મર્ડરની ત્રીજી ઘટના, હત્યારાઓ કાર, રોકડ રકમ, ઘરેણાં લઈ ફરાર, મકાન માલિક ગયા છે હરિદ્વાર, ચોકીદારની થઈ હત્યા
● આજે મુખ્યમંત્રી વિજયભાઈ અમદાવાદ, ખેડા અને વડોદરાની મુલાકાતે, અમદાવાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનનુ કરશે ઉદ્ઘાટન, નડીયાદમાં વડતાલ S.T. બસ સ્ટેન્ડનુ કરશે ઉદઘાટન વડોદરામાં નરસિંહજી વરઘોડો કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
● સુરત : બે પુત્રીઓ સાથે દુષ્કર્મ મામલો, પાંડેસરા પોલીસે નરાધમ પિતાની કરી ધરપકડ, પત્નીએ કરી હતી ફરિયાદ
● અમદાવાદ : અમરાઇવાડીમાં મહિલાની છેડતી, જ્વેલર્સ શોપમાં ખરીદી કરવા ગયેલી મહિલા સાથે અણબનાવ, જ્વેલર્સ માલિકે મહિલાને ઝકડીને અડપલાં કર્યા, સોનાનો દોરો મફત આપવાનું કહી ફરિયાદ ન કરવા ધમકી આપી
● કચ્છ : જય ભારત સ્ટીલ કોર્પોરેશન લિમિટેડમાં બનેલો બનાવ , ધમડકા પાસે લોખંડ ઉડતા 50 દાઝયા, 8 ગંભીર , સમગ્ર ઘટના ઉપર કંપની દ્વારા ઢાંકપિછોડો ના પ્રયાસ, પોલીસે પણ આ ચકચારી ઘટનાને મોડેથી નોંધ લીધી
● અમદાવાદ : વાડજના યુવકનું ફેક આઇડી બનાવાયું, ફાઇનાન્સનો ધંધો કરતો યુવકે નોંધાવી ફરિયાદ, અજાણ્યા શખ્સે ફેક ફેસબુક આઇડી બનાવી કરી બદનામી, યુવતીઓ સાથે બિભત્સ ફોટો મૂકી કરી બદનામી, વાડજ પોલીસે તપાસ હાથ ધરી
● અરવલ્લી : શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો , નાગધરા કુંડમાં હજારો લોકોએ લગાવી આસ્થાની ડૂબકી , લાખો ભક્તો શામળિયા ભગવાનના દર્શને , પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત
● રાજકોટ : જસદણ વિધાનસભા પેટા ચુંટણીને લઈ કોગ્રેસ પક્ષની બેઠક, રાજકોટના નાગર બોડિંગ વિરાણી ચોક ખાતે યોજાશે બેઠક, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેસ પ્રમુખ અમીત ચાવડા સહીતના નેતા રહેશે ઉપસ્થિત, ચુંટણી કામગીરીને લઈ જવાબદારીઓ અને વહેચણી કરાશે