હાલ જ્યાં જુઓ ત્યાં ગેમનું વળગણ લાગી રહ્યુ છે. એ હદે લોકો તેના શિકાર થયા છે કે આસપાસ શું ચાલી રહ્યુ છે તેની પણ કોઈને ખબર નથી રહેતી. એક તો આજ કાલની સ્ટ્રેસ પૂર્ણ લાઈફ અને તેમાં આવા સોશિયલ મીડિયા પરના વળગણના કારણે લોકો એકબીજાની પરવાહ કરવાનું છોડી માત્ર ગેમની દુનિયામાં જીવવા લાગ્યા છે આનાથી એવુ થઈ રહ્યુ છે કે લોકો ભ્રામક દુનિયામાં જીવી રહ્યા છે.
હાલ ગેમનો નશો એ હદે હાવી થઈ રહ્યો છે કે તેની આદત પડતા શારિરીક અને માનસીક હેલ્થ કથળી રહી છે. આની ગંભીર બીમારીઓ ભોગવવાનો સમય આવી રહ્યો છે. PlayerUnknown’s Battleground જેને હાલ PUBG કહેવામાં આવી રહ્યુ છે. આ ગેમના કારણે યવાનોથી લઈને બાળકો તેના શિકાર થઈ રહ્યા છે. માતા-પિતા માટે આ પરેશાનીનું કારણ બની ગયુ છે.
જાણકારી અનુસાર આ ગેમમાં માનસીક સંતુલન ખોરવાતુ નજરે ચડી રહ્યુ છે. એક રિપોર્ટમા જણાવાયુ છે કે અત્યારસુઘીમાં 120 કેસ હાલ માનસીક રોગથી પીડાતા લોકો બની ગયા છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાઈન્સ તરફથી આ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
આ ગેમના કારણે નીંદ ન આવવી, કોલેજ કે સ્કૂલોમાંથી બન્ક મારવા, ગ્રેડ્સ ગગડતા ગેમ છોડવાના કારણે ગુસ્સો વધવો જેવી સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા ડોક્ટરો પણ હેરાન થયા હતા.
ક્લીનિક SHUTમાં ક્લીનિકલ સાઈકોલોજીના પ્રોફેસર ડૉક્ટર મનોજ શર્મા અનુસાર PUBG ગેમને લગભગ 8 મહીના પહેલા ભારતમાં લૉન્ચ કરવામાં આવેલ છે. શરૂઆતના 3 મહીનાઓમાં આ ગેમના સાઈડ ઈફેક્ટ્સને લઈને 3થી 5 કેસ દરમહીને સામે આવી રહ્યા હતા. જો કે, હવે દર મહીને આવા 40 કેસો નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં બેંગલુરૂમાં આયોજિત એક ટૂર્નામેન્ટમાં તમામ મામલાઓની સંખ્યામાં ખુબજ ઝડપથી વધારો થયાનો અહેવાલ રજૂ થયો છે.
એક કેસમાં ડૉક્ટરે જણાવ્યુ કે 19 વર્ષનો એક યુવાન રાત્રીના લગભગ 4 વાગ્યે ગેમ રમવાની શરૂઆત કરતો હતો કેમકે તે ઈન્ટરનેશનલ ખેલાડીઓ સામે રમી શકે. આ કારણે તેની સુવાની સાઈકલ બદલાઈ ગઈ. તે બપોરે 12 વાગ્યે ઉઠતો હતો. કોલેજમાં પણ ગેરહાજર રહ્યો. માતાપિતાએ તેને ગેમ છોડવાનું કહ્યુ તો તે ગુસ્સો કરવા લાગતો.તેને લાગતુ હતુ કે તેના માતાપિતા તેને સમજી નથી શકતા.
ડૉક્ટરે જણાવ્યા અનુસાર ગેમિંગની લત લાગતા યુવાનો માનસીક બીમારીનો ભોગ બને છે. આનો કોઈ ઈલાજ નથી. આ માટે ખુબજ ધીરજથી કામ લેવાની જરૂર પડે છે. આવા સમયે માતાપિતાનું પણ કાઉન્સલીંગ કરવામાં આવે છે. પીડિતને કેવી રીતે આ બીમારીમાંથી બહાર લાવવી તે સમજાવવામાં આવે છે.
શું છે PUBG??
PUBG એક કોમ્બેટ ગેમ છે જેમાં 100 ખેલાડીઓ એક પ્લેનમાંથી એક આઈલેન્ડ પર ઉતરે છે. અહી પહોંચીને અલગ અલગ ઘર અને સ્થાનો પર જઈને આર્મ્સ, દવાઓ અને કોમ્પેક્ટમાટે જરૂરી ચીઝોને કલેક્ટ કરવાનું હોય છે. પ્લેયર્સને બાઈક, કાર અને બોટ મળે છે. જેનાથી તે દૂર જઈ શકે અને બીજા ખેલાડીને ગેમમાં મારી શકે અને આગળ વધી શકે. 100 લોકોમાંથી છેલ્લે સુધી ટકી જનાર ખેલાડી ગેમ જીતી જાય છે.