શિયાળાની શરૂઆત થઈ ચુકી છે કેટલાક લોકો આ સિઝનમાં ખુબજ એક્સરરાઈઝ અને તાજા ફળ-શાકભાજીનું સેવન કરી આખા વર્ષનું સ્વાસ્થ્ય મેળવી લે છે તો કેટલાક લોકોને સિઝન બદલાતા બીમાર પડી જાય છે. શિયાળામાં ત્વચા શુષ્ક થવી, શરદી-તાવ ગળામાં કે કાનમાં દુખાવો તેમજ હાથ પગમાં સોજા આવવા જેવી બીમીરીઓથી પીડાતા હોય છે.
શિયાળામાં હાથ અને પગ ખાસકરીને આંગળીઓ પર લાલ ચકામા પડી જતા હોય છે આંગળીઓ અને ગાળામાં ખુબજ ખંજવાળ આવે છે અને ત્યારબાદ સોજો ચડી જાય છે. ડૉક્ટરોની માનીએતો આ બીમારી ફંગશના કારણે થાય છે. ઠંડીમા ખુલ્લા પગે ફરવાથી તાપમાનમાં અચાનક બદલાવ આવવાથી આવું થાય છે. આ સમયે બાળકો અને વડીલોને વધુ સાવધાન રહેવાની જરૂર છે.
તમે આખો દીવસ પાણીમાં કામ કરતા હો તો તમારે વધુ સાચવવાનું રહે છે. બહાર નીકળતી વખતે હાથ અને પગ પર મોજા પહેરીલો. જ્યાં સુધી શક્ય હોય ગરમ તેમજ સુતરાઉ કપડા પહેરો. થોડું પણ વધારે લાગે તો ડૉક્ટર પાસે જરૂરથી જાવ.
ગરમ પાણીથી હાથ પગને જારો
ઠંડીમાં સોજાઓ ચડવા લાગે તો તેને નવશેકુ કે ગરમ પાણી લઈ તેમાં સિંધાલુણ નાંખો તે પાણીથી શેક કરો. આનાથી દર્દ ઓછુ થશે. તેલ અને મીણબતી. લાલ ચકામાને નિવારવા સરસવનું તેલ અને તેમાં મીણબતી નાખી તેને માલીસ કરવાથી રાહત મળે છે.
ગરમ તેલથી માલીશ કરો
કટોરીમાં થોડુ જૈતુન કે નારિયેળનું તેલ ગરમ કરી તેનાથી માલીશ કરવાથી દર્દ ગાયબ થઈ જાય છે. આનાથી નસોમાં રક્તપરિભ્રમણ થાય છે. સોજો ચડ્યો હોય ત્યારે દિવસમાં 3 વાર માલિસ કરો. ત્યારબાદ હલકા ગરમ પાણીથી સાફ કરી દો. મોઈશ્ચરાઈજર લગાવી દો આરામ મળશે.