આમ તો દવા લેવી કોઇને ગમતી નથી. પરંતુ જો ક્યારેય દવા લેવાની જરૂરત પડી જાય તો તેને ખોટી રીતે ના લે વી જોઇએ. ખોટી રીતે દવા લેવાથી તમને ગંભીર નુકસાન થઇ શકે છે. કેટલાક લોકોની આદત હોય છે કે પાણી વગર જ દવા ગળી લેતા હોય છે અને અન્ય લોકોને પણ પોતાની આ આદતને જણાવતા હોય છે પરંતુ તે ખોટું છે.
જો તમે પણ પાણી વગર જ દવા લો છો કે તે સિવાય તમારી આસપાસ પણ કોઇ પણી વગર દવા પીએ છે તો જાણી લો તમારી આ ખરાબ આદતથી તમને કેટલા નુકસાન થઇ શકે છે.
– પાણી વગર દવા ગળવાથી તમારા ગળાની નળી એટલે કે એસોફેગસને નુકસાન થઇ શકે છે. આમ કરવાથી દવા લેતા સમયે ક્યારેક ક્યારેય આંખમાંથી આંસૂ પણ નીકળવા લાગે છે.
– જો તમે મોટી સાઇઝની ટેબલેટને પાણી વગર લેવાની કોશિશ કરો છો તો તેનાથી ગળાની નળીમાં બળતરા, માથામાં દુખાવો અને બળતરા પણ થઇ શકે છે.
– ગળાની ની ખૂબ નાજૂક ટિશ્યૂથી બનેલી હોય છે. જો ટેબલેટ ગળાની નળીમાં અટકી જાય છે તો તેનાથી ગળાને ખૂબ નુકસાન થઇ શકે છે. સાથે જ તે ખતરનાક પણ હોય શકે છે. તેનાથી તમાર ગળામાં અચાનક દુખાવો થઇ શકે છે અને કેટલીક વખત શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઇ શકે છે.
– પાણી વગર દવા ગળવાથી એસોફેગસમાં ચાંદા પડવાની સંભાવના વધારે થઇ શકે છે. એક અભ્યાસ મુજબ, આમ તો અનેક પ્રકારના ડ્રગથી એસોફૈગસમાં ચાંદા થઇ શકે છે. એટલું જ નહીં અભ્યાસ મુજબ ચાવીને ખાવામાં આવતી વિટામિન સીની ગોળીઓથી પણ ગળાને નુકસાન પહોંચી શકે છે.