અમદાવાદના શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા આવતીકાલે રવિવારે બપોરે ૩ વાગ્યે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને શિષ્યવૃત્તિ પ્રદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રમ રોડ પર નહેરુબ્રીજ પાસે આવેલ રીફોર્મ કલબ ખાતે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી અમુભાઇ ભારદીયા (રવિ ટેકનોફોર્જ) રહેશે જયારે અતિથિ વિશેષ તરીકે સમાજશ્રેષ્ઠી શ્રી લક્ષ્મણભાઇ છનિયારા, ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઇ વણોદીયા(શ્રી હરી કન્સ્ટ્રકશન), રમેશભાઇ તલસાણિયા(મારૂતિ ફર્નીચર), રાજુભાઇ ભારદીયા (પાયલ ઇન્ડસ્ટ્રીઝ) તથા પૂર્વ શિક્ષણમંત્રી પ્રો. ડી.જે. બાવળેચા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ પ્રફુલભાઇ સુરેલીયા, મંત્રી હિતેશભાઇ વડગામા, શિક્ષણમંત્રી પ્રવીણચંદ્ર જાદવાણીએ આમંત્રણ આપ્યું છે.