શિયાળામાં જામફળ વધારે પ્રમાણમાં મળે છે. બજારમાં લાલ અને સફેદ એમ બન્ને પ્રકારના જામફળ મળે છે. સફેદ અને લાલ કહેવાનો મતલબ કે તેનો પલ્પ સફેદ કે ગુલાબી રંગનો હોય છે. પાકી ગયા બાદ સફેદ જામફળનો રંગ આછા પીળા રંગનો થઇ જાય છે.
આયુર્વેદ અનુસાર જામફળ પેટ સાફ કરીને કબજિયાત દૂર કરવામાં બેસ્ટ માનવામાં આવે છે. ભોજન બાદ જામફળ ખાવાથી ખાવાનું જલદી પચી જાય છે. જ્યારે ભોજન પહેલા અને ભોજન બાદ તે ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને ભોજન પહેલા ખાવાથી અતિસાર માટે લાભદાયી હોય છે. ગુલાબી, સફેદ, બીજ વાળા અને બીજ વગરના તેમજ ખૂબ મીઠા અને ખાટા -મીઠા જામફળ જોવા મળે છે. સફેદની અપેક્ષાએ લાલ કે ગુલાબી રંગના જામફળને ખૂબ ગુણકારી માનવામાં આવે ચે. જ્યારે સફેદ પલ્પ વાળા જામફળ વધારે મીઠા હોય છે.
જામફળ ખાવાના ફાયદા
– જામફળમાં પાણી 89.9, કાર્બોહાઇડ્રેટ 14.9, પ્રોટીન 1.5, ચરબી 1.2, ખનિજ લવણ 1.8 ટકા રહેલું છે. તે સિવાય તેમા પૂરતા પ્રમાણમાં વિટામીન સી, કેલ્શ્યિમ, ફોસ્ફરસ અને આયરન ભરપૂર હોય છે. જામફળમાં રાલ, વસા, કાષ્ટોજ, ટેનિન, ઉડનશીલ તેલ અને ખનિજ લવણ રહેલા છે.
– જેમનું શરીર ઠંડુ હોય છે કે જેમનુ પાચન કમજોર છે. એવા લોકોને જામફળ વધારે ન ખાવા જોઇએ.
– કમજોર પાચન વાળા લોકો જામફળના બીજને પચાવી શકતા નથી જેનાથી એપેન્ડિસાઇટિસ રોગ થઇ શકે છે. જેથી એવા લોકોએ જામફળના બીજ વાળા જામફળ ખાવાથી દૂર રહેવું જોઇએ.
– જે લોકોને પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તે લોકોએ મીઠાની સાથે પાકેલા જામફળ ખાવા જોઇએ. દિવસમાં બે વખત સેવન કરવું જોઇએ. એક વખત મધ્યમ આકારના જામફળ ખાઓ.
– જે લોકોને કબજિયાતની સમસ્યા છે તે લોકોએ સવાર-સાંજ જામફળનું સેવન કરવું જોઇએ. જામફળને કાળા મળી, સંચળ કે આદુ સાથે ખાવાથી અજીર્ણ, ગેસ જેવી સમસ્યા દૂર કરીને ભૂખ વધારે છે.
– સવારે ભૂખ્યા પેટે 200-300 ગ્રામ જામફળ નિયમિત રીતે સેવન કરવાથી મસાની સમસ્યામાં રાહત મળે છે.
– જે લોકોને સૂકી, કફ વાળી ઉધરસની સમસ્યા છે તે લોકોએ ગરમ રેતીમાં જામફળ શેકીને ખાવાથી લાભ મળે છે. આ નુસખો દિવમસાં ત્રણ વખત અજમાવવો જોઇએ.
– ખાસ કરીને અડધું માથુ દુખવાની સમસ્યા હોય છે તે લોકોએ જામફળ પીસીને માથા પર લેપ કરવો જોઇએ.
– જે લોકોને મોંમાં ચાંદાની સમસ્યા રહે છે તે લોકોએ જામફળના પાન પર કાથો લગાવીને પાન ચાવીને ખાવું જોઇએ.