દરેકને સ્વસ્થ્ય અને સારૂ જીવન જીવવાની આશા હોય છે. કહેવાય છે કે શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત પણ એ તંદુરસ્ત શરીરને જાળવી રાખવા આપણે શું ખાઈ રહ્યા છીએ એ વાત ખુબજ મહત્વ ધરાવે છે. સ્વસ્થ રહેવા માટે સારું ખાન-પાન ખૂબ જરૂરી છે. જો કે અનેકવાર આપણે એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે આપણા આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે.
આવામાં અનેક એવા પદાર્થો છે જે આપણા આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. તો આજે અમે તમને જણાવીશું કેટલાક એવા ફુડ્સ વિશે જે આપણા આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
મોટા ભાગે આપણે માનીએ છીએ કે ફ્રૂટ આપણા શરીર માટે ખુબજ સારૂ છે પણ દરેક ફ્રુટને યોગ્ય સમયે અને યોગ્ય ઋતુઓમાં જ ખાવા જોઈએ કેમકે આવુ ન કરીએ તો નુકશાન થાય છે. જેમકે જામફળ આ ફળ ખાવાથી કફ થઈ જાય છે. માટે બને ત્યાં સુધી તેને દિવસમાં જ ખાવા જોઈએ. જો આપણે જાંબુની વાત કરીએ તો તેને વધુ મોડે સુધી ફ્રિજમાં મુકીને ખાવા આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. બીજી બાજુ જો દાડમના દાણાને જમાવીને મુકવામાં આવે તો તે હેપેટાઈટિસને પણ આમંત્રણ આપી શકે છે.
બટાકાને આપણે બધા નિયમિત ખાતા હોઈએ છીએ. બટાકાનો પ્રયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. જો કે દરરોજ તેનું શાક ખાવું એ આરોગ્ય માટે નુકશાનદાયક બની શકે છે કારણકે વધુ સમય સુધી તાપમાં મુકેલા બટાકાની ત્વચા સોલાનાઈન બનાવે છે. તેનાથી બટાકાની ત્વચા લીલા રંગની થઈ શકે છે.
સેન્ડવિચ ખાવી દરેકને પસંદ હોય છે. જો કે આજકાલ તો લોકો ચીજ સેન્ડવિચના દિવાના હોય છે. પરંતુ તેને ખાતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તે ફ્રેશ હોય. અને તમે હંમેશા પનીરને ફ્રિજમાં જ સ્ટોર કરો.
લીલી શાકભાજી આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. જો તેની યોગ્ય રીતે સાફ સફાઇ કરવામાં ન આવે તો તેનાથી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. તેને ખરીદ્યા પછી સ્વચ્છ હાથ અને સ્વચ્છ પાણીથી ધુઓ. આ શાકભાજીને કાપવા મટે જુદા ચપ્પુનો ઉપયોગ કરો.
બહારથી આવીને હાથ પગ ધોયા પછી જ પાણી પીવાનુ રાખો કે પછી જમો. જે ફળ કે શાકભાજી વપરાશમાં લો તેને ખુબજ સાફ કરી સ્વચ્છ કરી પછી જ વાપરો.