મેંદો દરેક લોકોના રસોડામાં મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. છતા પણ તમે તેનાથી બનેલા ફૂડને રોજ સ્વાદ લઇને ખાઓ છો. તેને ખાવાથી શરીરને તરત નુકસાન પહોંચે છે. લાંબા સમય સુધી તેનું સેવન કર્યા બાદ ઘણા નુકસાન થાય છે. આજે અમે તમને મેંદાના સેવન કરવાથી થતા નુકસાન અંગે જણાવીશું.
લોટ ફાયદાકારક તો મેંદો નુકસાનકારક કેમ?
મેંદો અને લોટ બન્ને ઘઉંથી બને છે. તેને બનાવવાની રીત એકદમ અલગ હોય છે. લોટ બનાવતા સમયે ઘઉં ઉપરની ગોલ્ડન પરતને લોટમાં રહેવા દેતા હોય છે. તે ડ્રાઇટ્રી ફાઇબરનો સૌથી બેસ્ટ સ્ત્રોત છે. લોટને થોડોક દરદરો પીસવામાં આવે ઓછે. જેનાથી ઘઉમાં રહેલા પોષક તત્વો વધારે નષ્ટ થતા નથી, જોકે, મેંદો બનાવવાથી પહેલા ઘઉંની ઉપરની પરત હટાવીને ઘઉંના સફેદ ભાગને પીસી લેવામાં આવે છે. તેનાથી મેદાના પોષક તત્વ નષ્ટ થઇ જાય છે.
કેમિકલ બ્લીચથી આવે છે મેંદામાં સફેદી
મેંદાને વધારે સફેદી અને ચમક આપવા માટે ઘઉંને પીસી લીધા બાદ કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. મેદાને તૈયાર કરવા માટે કેલ્શ્યિમ પર ઓક્સાઇડ, ક્લોરીન ડાઇ ઓક્સાઇડથી બ્લીચિંગ કરવામાં આવે છે. આ કેમિકલ્સનો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
મેંદાથી થતા નુકસાન
પેટ માટે ખરાબ
મેંદો ખૂબ ચીકણો અને સ્મૂધ હોય છે. તેમા ડાઇટ્રી ફાઇબર ન હોવાના કારણે પચાવવામાં મુશ્કેલી થાય છે. જે કારણથી તે આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓ માટે ખતરો બને છે. તેનુ સેવન કરવાથી કબજિયતાની સમસ્યા રહે છે.
કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા વધારે
મેંદામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાના કારણે સ્થૂળતા વધે છે. તેનું વધારે સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર વધે છે.
રોગ પ્રતિકારક શક્તિ
મેંદાનું સેવન કરતા રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઇ જાય છે જેનાથી બીમારી થવાનો ખતરો વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે મેંદાનું ખૂબ ઓછું સેવન કરવું જોઇએ.