બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. તો પાલક પણ શિયાળામાં ખવાતી ભાજી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આજે અમે તમારા માટે પાલક-બટેટાના શાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને જલદી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય બટેટા-પાલકનું ટેસ્ટી શાક..
સામગ્રી
2 ચમચી – તેલ
3/4 ચમચી – જીરૂ
3-4 કળી – લસણ
1 ચપટી – હીંગ
2 નંગ – સમારેલા લીલા મરચા
1 નંગ – ડુંગળી (સમારેલી)
2 નંગ – બટેટા
500 ગ્રામ – પાલક
1/2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ પાલકને સમારીને ધોઇ લો. હવે બટેટાના પણ સમારી લો. જ્યારે તેલ ગરમ થાય તો તેમા પહેલા હીંગ ઉમેરો, હવે જીરૂ અને લસણ ઉમેરો. તે બાદ તલ ઉમેરો. તે બરાબર તતડે એટલે તેમા ડુંગળી ઉમેરીને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમા બટેટા ઉમેરી લો. ત્યાર પછી તેમા પાલક ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ઢાંકી દો જ્યાં સુધી પાલકમાંથી પાણી છૂટુ પડે ત્યાં સુધી ઢાંકી રાખો. તે બાદ તેમા હળદર, મીઠું, મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને ઢાંકીને રાખશો તો પાણીની જરૂર પડશે નહીં. પાલકના પાણીથી જ બટેટા ચઢી જશે. 3-4 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે બટેટા પાલકનું શાક. તેને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો.