પુરૂષોને હવે નસબંધીની જરૂરત નહીં થાય. હવે એક ઇન્જેક્શન તેમના માટે ગર્ભનિરોધકનું કામ કરશે. ભારતીય વૈજ્ઞાનિકોએ મેલ ગર્ભનિરોધક ઇન્જેક્શન વિકસિત કર્યું છે. તેનું ક્લિનકલ ટ્રાયલ પણ પૂરુ થઇ ચૂક્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRના નેતૃત્વમાં આ ટ્રાયલ પુરુ કરી રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવી છે. બહુ જલદી આ ઇન્જેક્શનના ઉપયોગ માટે લીલી ઝંડી મળવાની છે.
ICMRના સાયન્સટિસ્ટ ડોક્ટર આસ એસ શર્માએ જણાવ્યું કે આ રિવર્સિબલ ઇનબિશન ઓફ સ્પર્મ અંડર ગાઇડેન્સ છે. જે એક પ્રકારનું ગર્ભનિરોધક ઇન્જેક્શન છે. અત્યાર સુધી પુરૂષોમાં ગર્ભનિરોધક માટે સર્જરી કરવામાં આવી રહી છે. પરંતુ હવે સર્જરીની જરૂરત નહીં પડે. હવે એક ઇન્જેક્શન પુરૂષો માટે ગર્ભનિરોધકનું કામ કરશે. ખાસ વાત એ છે કે આ ઇન્જેક્શનની સફળતાની દર 95 ટકાથી પણ ઉપર છે અને એક વખત ઇન્જેક્શન બાદ 13 વર્ષ સુધી તે કામ કરે છે. ડોક્ટર શર્માએ કહ્યું કે 13 વર્ષ સુધીનો અમારી પાસે રેકોર્ડ છે. અમને આશા છે કે આ ઇન્જેક્શન તેનાથી પણ વધારે સમય સુધી કામ કરશે.
ડોક્ટર શર્માએ કહ્યું કે આઇઆઇટી ખડગપુરના વૈજ્ઞાનિક ડોક્ટર એસ કે ગુહાએ આ ઇન્જેક્શનમાં ઉપયોગ થનરા ડ્રગ્સની તપાસ કરી હતી. આ એક પ્રકારનું સિન્થેટિક પોલિમર છે. સર્જરીમાં જે બે નસોને કટ કરી તેનો ઇલાજ કરવામાં આવ્યો હતો. આ પ્રોસીજરમાં તે બન્ને નસોમાં આ ઇન્જેક્શન આપવામાં આવશે. જેમા સ્પર્મ ટ્રાવેલ કરે છે. જેથી આ પ્રોસીજરમાં બન્ને નસોમાં એક એક ઇન્જેક્શન આપવામાં આવે છે ડોક્ટરે કહ્યું કે 60 એમએલનો એક ડોઝ હશે.
તેમણે કહ્યું કે ઇન્જેક્શન બાદ નિગેટિવ ચાર્જ થવા લાગે છે અને સ્પર્મ તૂટી જાય છે જેનાથી ફર્ટિલાઇજેશન એટલે ગર્ભ રોકાતું નથી. ડોક્ટરે કહ્યું કે પહેલા ઉંદર, સસલું અને અન્ય જાનવરો પર તેનો ટ્રાયલ પૂરો થયા બાદ માણસો પર તેનો ક્લિનિકલ ટ્રાયલ કરવામાંલ આવ્યોય 303 લોકો પર તેનો ક્લિનકલ ટ્રાયલ ફેજ વન અને ફેજ ટૂ પૂરુ થઇ ચૂક્યું છે. તેના ટોક્સિસિટી પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાલ જીનોટોક્સિસિટી અને નેફ્રોટોક્સિસીટી વગેરે ક્લિયર છે. 97.3 ટકા સુધી દવાને એક્ટિવ મળ્યા અને 99.2 ટકા સુધી પ્રેગનેન્સી રોકવા માટે અસરકારક સાબિત થયું.
ડોક્ટર શર્માએ કહ્યું કે અમે આ રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલય અને ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયાને સોંપી દીધા છે. તેમણે કહ્યું કે હવે અમે તેની પર એક સ્ટેપ અને આગળ કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમા આ કોશિશ છે કે જો કોઇ ઇન્જેક્શન લીધા બાદ ફરીથી સ્પર્મ એક્ટિવ બનાવે છે. તો શુ તે પરત લાવી શકાય છે કે નહીં. તેની પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.