તમાકું સ્વાશ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે. આ દરેક લોકો જાણે છે તેને ખાવાથી ન માત્ર કેન્સર પરંતુ અન્ય કેટલીક ગંભીર બીમારીઐ પણ શરીરના અંગોનો નુકસાન કરીને મોતના ઘાટ ઉતારી શકે છે. જો તમે કે તમારા પરિવારમાં કોઇપણ સદસ્ય તમાકુનું સેવન કરે છે. તો આ આદતને છોડવી ખૂબ જરૂરી છે. જાણો તેના ઘરેલું ઉપાય…
– ઝીણી વરિયાળી સાથે મિશ્રીના દાણા મિક્સ કરીને ધીમે ધીમે ચૂસવા જોઇએ. નરમ થવા પર ચાવીને ખાઇ જાઓ. સતત આ ઉપાય કરવાથી થોડાક સમય બાદ તમને તમાકુની આદત છુટી જશે.
– અજમો સાફ કરીને લીંબુના રસ તેમજ સંચળને બે દિવસ પલાળીને રાખો. તેને છાંયડામાં સુકવીને રાખી લો તેને મોંમાં રાખી મૂકવાથી તમને તમાકુની જરૂરત પડતી નથી અને તેની આદત છુટી જાય છે.
– નાની હરડેને લીંબુના રસમાં તેમજ સિંધા મીઠામાં ઘોલ કરીને બે ત્રણ દિવસ સુધી ફુલવા દો. તેને નીકાળીને છાંયડામાં સુકવીને શીશીમાં ભરી લો અને તેને ચૂસતા રહો. નરમ થવા પર ચાવીને ખાઇ લો.
– તમાકું સુંઘવાની આદત છોડવા માટે ગરમીમાં કેવડો, ગુલાબ, ખસ સબિતના અત્તરના પૂમડા કાનમાં લગાવલો. શિયાળામાં તમાકુ ખાવાની ઇચ્છા થવા પર હિનાની સુંગંધી વાળા પૂમડા સુંઘો.
– તમાકુ ખાવાની આદત ધીમે-ધીમે છોડ. એકદમ બંધ ન કરો. કારણકે લોહીમાં નિકોટીનના સ્તરને ક્રમશ: જ ઓછું કરવું જોઇએ.