ગુજરાતી લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. ખાસ કરીને જો કોઇ તહેવાર આવે તો અવનવી વાનગીઓ બનાવે છે તો આવતી કાલે ઉતરાયણ છે. ઉતરાયણના કારણે જાત-જાતના નાસ્તા વાનગીઓ બનાવે છે તો આજે અમે તમારા માટે ઇમરતીની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઇમરતી..
સામગ્રી
250 ગ્રામ – અડદની દાળ
500 ગ્રામ – ખાંડ
50 ગ્રામ – આરાનો લોટ
1/2 ચમચી – ઇલાયચી પાવડર
તળવા માટે – ઘી
1 ચપટી – ઓરેન્જ કલર
1 પાઇપિંગ – બેગ
ચાંદીનું વરખ
બનાવવાની રીત
સૌ પ્રથમ અડદની દાળને રાતે પલાળી સવારે પાણી કાઢી મિક્સરમાં પાણી વગર પીસો. તેમાં આરા લોટ અને કલર નાખી સ્મૂધ પેસ્ટ બનાવો.હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. એક તારની ચાસણી બનાવો, આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો. તે પછી બીજી બાજુ કઢાઈમાં ઘી મૂકવું. પાઇપીગ બેગમાં મિશ્રણ ભરીને હવે ઘીમાં જલેબી પાડીયે એમ, એક રાઉન્ડ પાડી તેના ઉપર કાંગરી પડે એમ ડીઝાઈન પાડો ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ઘીમાંથી કાઢો હવે તેને ચાસણીમાં 10- 15 મિનિટ બોળી રાખો. ચાસણી માંથી કાઢી ગરમ ગરમ ઇમરતી પિસ્તા અને ચાંદીની વરખ થી ગાર્નીસિંગ કરો.ગરમાગરમ સર્વ કરો.