યર અનમોમ બેટલગ્રાઉન્ડ કે PUBG, આ સમયે દુનિયાની સૌથી પ્રખ્યાત ઓનલાઇન મલ્ટીપ્લેયર ગેમ બની ગઇ છે અને યુવાની વચ્ચે ઝડપથી પોપ્યુલર થઇ રહી છે. બાળકો અને યુવાઓની વચ્ચે આ ઓનલાઇન ગેમનો ક્રેઝ એટલો વધી રહ્યો છે કે તેને રમનારને આ ગેમની એવી લત લાગી ગઇ છે કે તેની માનસિક અને શારીરિક વિકાસ પર અસર થવા લાગે છે.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓપ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સ NIMHANS માં 120થી વધારે મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જેમા બાળકોને મેન્ટલ હેલ્થ પર PUBG ગેમની વિપરીત અસર જોવા મળી. PUBG ગેમ ફક્ત બાળકો સુધી સીમિત નથી પરંતુ 6 વર્ષના બાળકોથી લઇને 30-32 વર્ષના યુવાઓ સુધી માં ગેમને લઇને જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ગેમની વધતી આદતના કારણે હજારો યુવાઓમાં વ્યવહાર સંબંધી પરેશાનીઓ મળી રહી છે.
મગજ પર પડે છે ખરાબ અસર
PUBG મોબાઇલ ગેમના કારણથી થનાપી કૉમન સમસ્યા
– ઊંઘ ન આવી અને ઊંઘથી જોડાયેલી સમસ્યા
– રિઅલ લાઇફથી દૂરી
– સ્કૂલ કોલેજથી સતત ગેર હાજર રહેવું
– જરૂરિયાત કરતા વધારે ગુસ્સો કરવો
– સ્કૂલ કોલેજની ગેડ્સ અને પરર્ફોમન્સમાં સતત ઘટાડો
PUBG ગેમ દુનિયાભરમાં ઘણા પ્લેયર્સ સાથે રમવામાં આવે છે અને દરેક લોકોના ટાઇમ ઝોન અલગ અલગ હોય છે જે કારણથી ભારતમાં આ ગેમ રમનારા વધારે લોકો રાત્રે 3-4 વાગ્યા સુધી જાગીને આ ગેમ રમ્યા કરે છે. જેના કારણથી તેમને માત્ર ઊંઘ જ નહીં પરંતુ સ્વાસ્થ્યથી જોડાયેલી અન્ય કેટલીક સમસ્યાઓ પણ શરૂ થઇ જાય છે.
– ઊંધ પુરી ન થવાના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝનો ખતરો રહે છે.
– પૂરતી ઊંઘ ન લેવાના કારણે એકાગ્રતામાં ઉણપ અને કમજોર યાદશક્તિ
– ગેમમાં હિંસા બતાવવામાં આવે છે અને હથિયારોનો ઉપયોગ થાય છે જેનાથી બાળકોના સ્વભાવમાં ચિડિયાપણું વધી રહ્યું છે.