આજકાલ યુવતીઓ વચ્ચે લિક્વિડ લિપસ્ટિક ખૂબ લોકપ્રિય થઇ રહી છે અને તે દરેક લોકો વચ્ચે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સમાંથી એક બની ગઇ છે. જેને પણ મેકઅપનો શોખ છે તે તેમની બેગમાં ઓછામાં ઓછી એક લિક્વિડ લિપસ્ટિક જરૂર મળી રહે છે. અન્ય લિપસ્ટિકની અપેક્ષાથી વધારે સમય સુધી ટકે છે અને તેનો કલર પણ વધારે ઇન્ટેસ હોય છે તેની એક કોટ જ તમારા હોઠને સુંદર કલર મળી જશે. જો તમે લિક્વિડ લિપ્સ્ટિકના શોખીન છો તો આ વાતોને જરૂરથી ફોલો કરો. લિક્વિડ લિપ્સિટક લગાવતા સમયે ધૈર્ય રાખવાની જરૂરત હોય છે. તેને ઉતાવળમાં ક્યારેય ન લગાવો તેને લગાવતા સમય લો પ્રોપર આઉટલાઇન ફિનિશિંગ આપી શકો છો.
મેકઅપ કરવાનું ન ભૂલો
લિક્વિડ લિપસ્ટિક ખૂબ પિગમેંટેડ હોય છે. જેથી તેને લગાવવાની સાથે-સાથે મેકઅપ કરવો જરૂરી હોય છે મેકઅપ બેસ તરીકે ફાઉન્ડેશન લગાવો અને સારી રીતે મેકઅપ કરો. જેથી તે જોવામાં અજીબ ન લાગે તમે લિપસ્ટિકની મેચિંગની બ્લશ પણ ઉપયોગ કરી શકો છો.
વધારે લિપસ્ટિક ન લગાવો
લિક્વિડ લિપસ્ટિકની એક કોટ કાફી છે. એકસ્ટ્રા પિગમેંટેશનથી બચવા માટે લિપસ્ટિક લગાતા પહેલા એકસ્ટ્રા લિપસ્ટિક સ્ટિકથી હટાવી દો. તેનાથી તમારા લિપ્સને ટેક્સચર પણ મળશે અને એકસ્ટ્રા લિપસ્ટિક પર કંટ્રોલ પણ રહેશે. ડ્રમેટિક લુક માટે તમારી લિપસ્ટિકની એકસ્ટ્રા કોટ્સ લગાવી શકો છો.
જો તમારા હોઠ ખાસ કરીને સુકાયેલા અને ફાટી ગયેલા રહે છે તો તેને લગાવતા પહેલા હોઠને મોઇશ્ચરાઇઝ જરૂર કરો. તેનાથી તમારા હાઇડ્રેટેડ રહેશે. લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર લિપ બામ લગાવીને થોડીક વખત રાખી મૂકો. ત્યાર પછી લિક્વિડ લિપસ્ટિક લગાવો.