આમ તો ડુંગળીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક લાભ મળે છે. પરંતુ માત્ર તમારા શરીરના કોઇપણ ભાગ પર કલાકો સુધી તેને રાખવા પર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર શકે છે. આવો તો જોઇએ સમારેલી ડુંગળીના એક ટૂકડાને મોજામાં રાખીને આખી રાત પહેરવાથી તમને સ્વાસ્થ્યને લગતા કેટલા લાભ થઇ શકે છે.
– મોજા અને ડુંગળીનો આ ઉપાય તમને તાવમાં સૌથી અસરકારક લાગશે. જો તમને પણ તાવ આવી રહ્યો છે તો રાતના સમયે સૂતા પહેલા આ ઉપાય કરવો જોઇએ. જેનાથી તમને આરામ મળશે. આ ઉપાય કર્યા બાદ તમે આરામથી સૂઇ જાવ. આ ડુંગળી તમારા શરીરની ગરમી શોષી લેશે અને તમને રાહતનો અનુભવ કરાવશે.
– ડુંગળી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોથી ભરપૂર હોય છે. શરીરના કોઇપણ ભાગમાં તેને રાખવાથી કે રગડવા પર બેક્ટેરિયાનો નાશ કરે છે અને વધેલા તાપમાનને ઓછું કરે છે.
– ડુંગળીને પગમાં રાખીને સૂવાથી પગમાંથી આવનારી દુર્ગધ પણ દૂર કરવામાં મદદ કરે છે. કારણકે ડુંગળીની તેજ દુર્ગંધ તમારી આસપાસા વાયુને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.
– એવું પણ માનવામાં આવે છે કે ડુંગળીને આ રીતે પગની વચ્ચે રાખવાથી પેટના સંક્રમણથી પણ રાહત મળે છે અને કિડનીથી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તે લોહીને શુદ્ઘ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
– આ ઉપાય મુત્રાશયની સમસ્યાઓને દૂર કરવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે સિવાય શરદી, ઉધરસ અને સંક્રમણ માટે પણ તમે આ ઉપાય અજમાવી શકો છો.